1 અને દેવે નુહને તથા તેના દીકરાઓને આશીર્વાદ દીધો, ને તેઓને કહ્યું કે, સફળ થાઓ, ને વધો, ને પૃથ્વીને ભરપુર કરો.
2 અને પૃથ્વીના સર્વ પશુઓ, તથા આકાશના સર્વ પક્ષીઓ, તથા પૃથ્વી પર સર્વ પેટે ચાલનારાં, થતા સમુદ્રના સર્વ માછલા, એ સર્વ તમારાથી બીહીશે તથા ડરશે; તેઓ તમારા હાથમાં આપેલા છે
3 પૃથ્વી પર હરેક ચાલનારાં પ્રાણી તમારે સારૂ ખોરાકને માટે થશે; લીલી શાકના પેઠે મે તમને સઘળા આપ્યા છે.
4 પણ માંસ તેના જીવ સુદ્ધાં, એટલે રક્ત સુદ્ધાં ના ખાશો.
5 અને તમા જીવના રક્તનો બદલો હું ખચિત માંગીશ; હરેક પશુની પાસેથી હું એ માંગીશ, ને માણસની પાસેથી, એટલે હરેક માણસના ભાઈ પાસેથી માણસના જીવનો બદલો હું માંગીશ.
6 જે કોઈ માણસના રક્ત વહેવડાવે, તેનું રક્ત માણસથી વહેવડાવશે.; કેમકે દેવે પોતાની પ્રતિમા પ્રમાણે માણસને ઉત્પન્ન કીધું.
7 અને તમે સફળ થાઓ ને વધો, ને પૃથ્વીમાં વંશ પુષ્કળ વધારો ને તેમાં વધતા જાઓ.
8 અને નૂહ તથા તેના દીકરાઓને દેવે કહ્યું કે,
9 જુઓ, તમારી સાથે તથા તમારી પછવાડે તમારા સંતાનની સાથે, હું મારો કરાર સ્થાપન કરું ચુ;
10 તમારી સાથેના હરેક સજીવ પ્રાણી સાથે, એટલે પક્ષી તથા ઢોર તથા પૃથ્વીના સર્વ જનાવર, ને વહાણમાંથી નીકળેલા સર્વ જનાવર, તે સર્વની સાથે, હું [મારો કરાર સ્થાપન કરું છુ]
11 અને તમારી સાથે હું મારો કરાર સ્થાપન કરું ચુ, જે જળપ્રલય પ્રાણીથી સર્વ પ્રાણીઓનો નાશ ફરી નહિ થશે, ને પૃથ્વીનો નાશ કરવાને જળપ્રલય કદી નહિ થશે.
12 અને દેવે કહ્યું, મારી ને તામી વચ્ચે, ને તમારી સાથે જે હરેક પ્રાણી જે સજીવ છે તેની ને મારી વચ્ચે જે કરાર પેઢી દર પેઢીને માટે હું કરું ચુ તેનું ચિન્હ આ છે;
13 એટલે મારું ધનુષ્યહું વાદળમાં મુકું ચુ, ને તે મારી તથા પૃથ્વીની વચ્ચેના કરારનું ચિન્હ થશે.
14 અને એમ થશે કે પૃથ્વી પર હું વાદળ લાવીશ, ત્યારે વાદળમાં તે ધનુષ દેખાશે.
15 અને મારી ને તમારી વચ્ચે, તથા સર્વ દેહધારી પ્રાણીની વચ્ચે મારો કરાર છે તે હું સંભારીશ, ને સર્વ સજીવ પ્રાણીનો નાશ કરવાને માટે ફરી પ્પાણીનો પ્રલાઈ નહિ થશે
16 અને ધનુષ્ય વાદળમાં થશે, ને દેવ વચ્ચે તથા પૃથ્વીના સર્વ દેહધારીમાંના હરેક સજીવ પ્રાણીની વચ્ચે, જે સર્વકાળના કરાર છે તે સંભારવાને હું ધનુષ્ય સમાં જોઇશ.
17 અને દેવે નુહને કહ્યું કે, મારી તથા પૃથ્વીના સર્વ દેહધારીની વચ્ચે જે કરાર મે કર્યો છે તેનું ચિન્હ એ છે.
18 અને નુહના દીકરા જેઓ વહાણમાંથી નીકળ્યા તે શેમ તથા હામ તથા યાફેથ હતા; ને હામ કાનાનનો બાપ હતો.
19 આ નુહના ત્રણ દીકરા હતા; ને એઓથી આખી પૃથ્વીની વસ્તી થઇ.
20 અને નૂહ ખેતી કરવા લાગ્યો, ને તેણે દ્રાક્ષવાડી રોપી;
21 ને દ્રાક્ષરસ પીને તે પીધેલો થયો; તે પોતાના તંબુમાં ઉઘાડો હતો.
22 અને કાનાન કા બાપ હામે પોતાનું બાપનું નાગાપણું જોયું ને બહાર [જઈને] પોતાના બેહુ ભાઈઓને કહ્યું.
23 અને શેમ તથા યાફેથ એક લુગડું પોતાની બંને કાંધે લઈને ને પાછા પગે જઈને પોતાના બાપનું નાગાપણું ઢાંક્યું; ને તેઓનાં મ્હો ફેરવેલા હતા, ને તેઓએ પોતાના બાપનું નાગાપણું ન જોયું.
24 અને નૂહ તેના દ્રાક્ષરસના કેફ્માંથી શુદ્ધિમાં આવ્યો, ને તેના નાનાં દીકરાએ જે કર્યું હતું તે તેને જાણ્યું.
25 અને તેણે કહ્યું કે, કાનાન શ્રાપિત હો,
26 વળી તેણે કહ્યું કે, યહોવાહ, શેમનો દેવ, તેને સ્તુતિ થાઓ; ને કાનાન શિમો દાસ થાઓ.
27 યાફેથને દેવ વધારો, ને તે શેમના મંડપમાં રહો; ને કાનાન તેનો દાસ થાઓ.
28 અને નૂહ જળપ્રલય પછી સાડીત્રણસે વર્ષ જીવ્યો.
29 અને નુહના સર્વ દિવસ સાડીનવસેં વર્ષ હતાં; પછી તે મારી ગયો.