1 અને નૂહ તથા જે તેની સાથે સર્વ પ્રાણી તથા સર્વ પશુ વહાણમાં હતા તેઓને દેકે સંભાર્યા; ને દેવે પૃથ્વી પર પવન ચલાવ્યો, ને પાણી ઉતરી ગયા;

2 વળી જળનિધિના ઝરા, તથા આકાશના દ્વારો બંદ થયાં, ને આકાશમાંથી [પડતો] વરસાદ રહી ગયો.

3 ને પૃથ્વી પરથી પાણી ઘટતા જતા હતા, ને દોઢસો દહાડા પછી પાણી ઓસર્યા.

4 ને સાતમાં મહિનાને સતાર્મે દહાડે વહાણ અરારાટના પહાડો પર થંભ્યું.

5 ને દસમાં મહિનાને લગી પાણી ઓસરતા ગયા; દસમાં મહિનાને પહેલે દહાડે પહાડોના શિખર દેખાયાં.

6 ને એમ થયું કે ચાળીસ દહાડા પછી નુહે વહાણમાં જે બારી તેણે કરી હતી તે ઉઘાડી;

7 ને તેણે એક કાગડાને બહાર મોકલ્યો, ને પૃથ્વી પરના પાણી સુકાયા ત્યાં લગી, તે આમ તેમ ઉડતો ફર્યો.

8 પછી પૃથ્વી પર પાણી ઓસર્યાં છે કે નહિ, એ જોવા સારું તેણે એક કબૂતરને પોતાની પાસેથી મોકલ્યું;

9 પણ કબૂતરને પોતાના પગનું તળિયું મુકવાની જગ્યા મળી નહિ, તે માટે તેની પાસે વહાણમાં તે પાછુ આવ્યું, કેમે આખી પુર્થ્વી પર પાણી હતું; ત્યારે તેણે પોતાનો હાથ લાંબો કરીને તેને પકડ્યું ને તેને પોતાની પાસે વહાણમાં લીધું.

10 ને તેણે બીજા સાત દહાડા રાહ જોઈ, ને ફરી કબૂતરને તેણે વાહનમાંથી મોકલ્યું.

11 ને સાંજે કબુતર તેની પાસે આવ્યું, ને જુઓ તેની ચાંચમાં જીત વૃક્ષનું તોડેલું એક પાતરું હતું, તેથી નુહે જાણ્યું કે પૃથ્વી પરથી પાણી ઓસર્યા હતા.

12 ને તેણે બીજા સાત દહાડા રાહ જોઈ; પછી તેણે કબૂતરને બહાર મોકલ્યું, ને તે તેની પાસે ફરી પાછુ આવ્યું નહિ.

13 ને એમ થયું કે છંસે ને પેહલા વર્ષના પહેલા મહિનાને પહેલે દહાડે પૃથ્વી પરથી પાણી સુકાઈ ગયા, તેવારે નુહે વાહણનું છાપરું ઉઘાડીને જોયું, ને, જુઓ, પૃથ્વીની સપાટી સુકી થઇ હતી.

14 ને બીજા મહિનાને સત્તાવીસમેં દહાડે ભૂમિ કોરી હતી.

15 અને દેવે નુહને કહ્યું કે,

16 તું તથા તારી સાથે તારી બાયડી, તથા તારા દીકરા તથા તારા દીકરાઓની બય્ડીઓ વાહનમાંથી નીકળો.

17 હરેક જાતના પ્રાણીને, એટલે પક્ષી તથા પશુ તથા હરેક પેટે ચાલનાર જે પૃથ્વી પર ચાલે છે તે સર્વને તારી સાથે બહાર લાવ, કે તેઓ પૃથ્વી પર પુષ્કળ વંશ વધારે તથા સફળ થઇ તથા પૃથ્વી પર વધે.

18 ને નૂહ તથા તેની સાથે તેના દીકરા તથા તેની બાયડી તતઃ તેના દીકરાઓની બય્ડીઓ નીકળ્યા.

19 સર્વ પ્રાણીઓ, સર્વ પેટે ચાલનારાં, સર્વ પક્ષીઓ, તથા જે જે પૃથ્વી પર ચાલે છે, તે સર્વ પોતપોતાની જાત પ્રમાણે વહાણમાંથી નીકળ્યા.

20 અને નુહે યહોવાહને સારૂ એક વેદી બાંધી, ને સર્વ શુદ્ધ પશુઓમાંથી, તથા સર્વ શુદ્ધ પક્ષીઓમાંથી કેટલો એકને લઈને વેદી પર હોમ કીધા.

21 અને યહોવાહને તેને સુગંધ આવી, ને પોતાના મનમાં યહોવાહે કહ્યું કે, માણસને લીધે હું પૃથ્વીને ફરી શ્રાપ નહિ દઈશ, કેમકે માણસના મનની કલ્પના તેને બાળપણથી ભૂંડી છે; પણ જેમ મે સર્વ પ્રાણીઓને સંહાર કર્યો છે તેમ હું ફરી કદી નહિ કરીશ.

22 પૃથ્વી રહેશે ત્યાં લગી વાવણની તથા કાપણી, ટાઢ તથા ગરમી ઉન્હાળોતથા શિયાળો ને દહાડો તથા રાત થયાં વગર રહેશે નહિ.