2 મારો સેવક મુસા મારી ગયો છે; માટે હવે તું તથા આ સર્વ લોક ઉઠીને જે દેશ હું તેઓને, એટલે ઇસ્રાએલપુત્રોને, આપું છું, તેમાં આ યરદન ઉતરીને જાઓ.
3 મુસાને કહ્યું, તેમ જે ઠેકાણાં તમારા પગના તળિયાં નીચે આવશે તે તે મેં તમને આપ્યાં છે.
4 અરણ્ય તથા આ લબાનોનથી તે મોટી નદી, એટલે ફ્રાત નદી સુધી હિત્તીઓનો સઘળો દેશ, અને આથમાંની દિશાએ મોટા સમુદ્ર સુધીતમારી સરહદ થશે.
5 તારા આયુષ્યના સર્વ દિવસ સુધી કોઇ માણસ તારી આગળ ટકી શકશે નહી. હું જેમ મુસા સાથે હતો તેમ હું તારી સાથે હોઈશ; હું તને તજીશ નહિ, ને તને મુકી દઈશ નહિ.
6 બળવાન તથા હિમ્મતવાન થા, કેમકે આ લોકોને જે દેશ આપવાને મેં તેઓના પૂર્વજો પ્રત્યે સમ ખાધા, તેનું વતન હું તેઓને પ્રાપ્ત કરાવશે.
7 પણ મારા સેવક મુસાએ જે સઘળો નિયમ તને ફરમાવ્યો, તે પ્રમાણે સંભાળીને કરવા સારૂ બળવાન તથા બહુ હિમ્મતવાન થા; તેથી જમણી કે ડાબી ગમ ફરતો ના, એ માટે કે જ્યાં કંઈ તું જાય ત્યાં તું સારી ફતેહ પામે.
8 એ નિયમશાસ્ત્ર તારા મ્હોમાંથી જાય નહિ; પણ દિવસે તથા રાત્રે તેનું મનન કર, કે તેમાં જે બધું લખેલું છે તે પ્રમાણે તું કાળજી પાળે; કારણ કે ત્યારે તારો માર્ગ આબાદ થશે, અને ત્યારે તું સારી ફતેહ પામશે.
9 શું મેં તને આજ્ઞા આપી નથી? બળવાન તથા ખૂબ હિમ્મતવાન થા, ભયભીત ન થા, ને ગભરા મા; કારણ કે જ્યાં કંઈ તું જાય છે, ત્યાં તારો દેવ યહોવાહ તારી સાથે છે.
10 અને યહોશુઆએ લોકોનાં અધિકારીઓને આવી આજ્ઞા આપી કે,
11 તમે છાવણીમાં ફરો, અને લોકોને એવી આજ્ઞા અઆપો કે, તમે પોતાને સારૂ સીધાં તૈયાર કરો, કેમકે જે દેશ તમારો દેવ યહોવાહ તમને વતનને સારૂ આપે છે, તેનું વતન પ્રાપ્ત કરવાને તમારે ત્રણ દિવસની અંદર આ યરદન ઉતરીને ત્યાં જવાનું છે.
12 અણ રેઉબેનીઓને, તથા ગાદીઓને, તથા મનાશ્શેહના અર્ધકુળને યહોશુઆએ એમ કહ્યું કે, યહોવાહના સેવક મુસાએ તમને જે વાત કહી હતી કે,
13 તમારો દેવ યહોવાહ તમને વિસામો આપે છે અને તમને આ દેશ આપશે, તે યાદ રાખો.
14 યરદન પાર જે દેશ મુસાએ તમને આપ્યો તેમાં તમારી સ્ત્રીઓ, તમારા બાળકોતથા તમારાં ઢોરઢાંક રહે; પણ તમ સર્વ બળવંત તથા બહાદુર પુરુષોને શાસ્ત્ર સજીને તમારા ભાઈઓ આગળ પેલી ગમ જઈને, તેઓને સહાય કરવી;
15 યહોવાહે જેમ તમને વિસામો આપ્યો, તેમ તે તમારા ભાઈઓને આપે, અને જે દેશ તમારો દેવ યહોવાહ તેઓને આપે છે, તેનું વતન તેઓ પ્રાપ્ત કરે ત્યાં સુધી [સહાય કરવી], અને ત્યાર પછી, પોતાના વતનના દેશમાં તમે પાછા જશો, ને યહોવાહના સેવક મુસાએ યરદન પાર ઉગમણી દિશાએ જે દેશ તમને આપ્યો તેનો કબજો લેશો.
16 અને તેઓએ યહોશુઆને ઉત્તર આપ્યો કે, જે સઘળી આજ્ઞા તે અમને આપી છે તે અમે પાળીશું, અને જ્યાં જ્યાં તું અમને મોકલશે, ત્યાં ત્યાં અમે જઈશું.
17 અને મુસાનું સાંભળતા હતા, તેમ સર્વ પ્રકારે અમે તારૂં સાંભળીશું; કેવળ યહોવાહ તારો દેવ મુસા અઠે હતો, તેમ તારી સાથે હો.
18 જે તારી આજ્ઞાથી વિરુદ્ધ વર્તશે, તથા જે સઘળી આજ્ઞા તું તેને આપે તે પ્રત્યે તારાં વચનોને લક્ષ નહિ દે, તે ગમે તે હોય,તો પણ માર્યા જાય; ફક્ત એટલુંજ કે તું બળવાન તથા ખૂબ હિમ્મતવાન થા.