2 ને યેરેખોના રાજાને એવી ખબર થઇ, કે જુઓ, દેશની તપાસ કરવાને ઇસ્રાએલપુત્રોમાંના માણસો આજ રાત્રે અહીં આવ્યા છે.

3 અને યેરેખોના રાજાએ રાહાબને કહેવડાવી મોકલ્યું કે, જે માણસો તારે ત્યાં આવીને તારા ઘરમાં પેઠેલા છે તેઓને બહાર કાઢ, કારણ કે તેઓ આખા દેશની બાતમી કાઢવાને આવ્યા છે.

4 અને તે બાયડીએ તે બે માણસોને લઈને સંતાડ્યા, ને તેણીએ કહ્યું કે, એ માણસો મારે ત્યાં આવ્યા ખરા, પણ તેઓ ક્યાંના છે, તે મને ખબર નથી,

5 ને એમ થયું કે અંધારું થયું ત્યારે સુમારે દરવાજો બંધ કરવાની વેળાએ તે માણસો બહાર નિકળ્યા; તે માણસો ક્યાં ગયા તે હું જાણતી નથી; તેઓની પાછળ વહેલા જાઓ, કેમકે તેઓને તમ પકડી પાડશો.

6 પણ તેણીએ તેઓને ધાબા ઉપર લાવીને, પોતાની સણની સાંઠીઓ જે ધાબા ઉપર સિંચેલી હતી, તેમાં તેઓને સંતાડ્યા હતા.

7 અને યરદન જવાને રાસ્તે ઉતરવાની આર સુધી માણાસો તેઓની પાછળ દોડ્યા, ને તેઓની પાછળ લાગનારા બહાર નિકળતાંજ લોકોએ દરવાજો બંધ કીધો.

8 અને તેઓના સુતાં પહેલાં ધાબા પર તે તેઓની પાસે આવી;

9 ને તેણીએ તે માણસોને કહ્યું, યહોવાહે આ દેશ તમને આપ્યો છે, ને તમારૂં ભય અમારા પર પડ્યું છે, ને દેશના સર્વ રહેવાસીઓ તમારી આગળ લોપ થઇ જાય છે, એ હું જાણું છું.

10 કેમકે તમે મિસરમાંથી નિકળ્યા ત્યારે યહોવાહે તમારી આગળ સૂફ સમુદ્રના પાણી કેમ સુકવી નાખ્યું, ને અમોરીઓના બે રાજા, સીહોન તથા ઓગ, જે યરદન પાર હતા, જેઓનો તમે સંપૂર્ણ નાશ કીધો, તેઓની તમે શી વળે કરી તે અમે સાંભળ્યું છે.

11 અને એ સાંભળતાંજ અમારા ગાત્ર શિથળ થઇ ગયા, અને તમારે લીધે કોઈમાં કાંઇ હિમ્મત રહી નહિ, કેમકે યહોવાહ તમારો દેવ તેજ ઉપર આકાશમાં ને નીચે પૃથ્વી પર દેવ છે.

12 માટે હવે હું તમારી વિનંતી કરૂં છું કે, મારી પાસે યહોવાહના સમ ખાઓ,કે મેં તમારા પર દયા કરી કે માટે તમે પણ મારા બાપના ઘર ઉપર દયા કરીને મને ખરૂં ચિન્હ આપશો;

13 અને તમે મારા બાપને ને મારી માને, ને મારા ભાઈઓને ને મારી બહેનોને, ને તેઓના સર્વસ્વને જીવતા રહેવા દેશો, ને અમારા જીવ મરણથી ઉગારશો.

14 અને તે માણસોએ તેને કહ્યું, જો તમે અમારી આ વાત નહિ કહી ડો તો તમારા જીવને બદલે અમારા જીવ જાઓ; ને યહોવાહ આ દેશ અમને આપશે ત્યારે એવું થશે કે અમે તારી પ્રત્યે દયાથી અને સત્યતાથી વર્તીશું

15 ત્યારે તેણીએ તેઓને બારીમાંથી દોરડા વડે ઉતાર્યા; કારણ કે તેનું ઘર નગરકોટની ઉપર હતું, ને કોટ ઉપર તે રહેતી હતી.

16 અને તેણીએ તેઓને કહ્યું કે, તમે પર્વતે જતાં રહો, રખેને પાછળ લાગનારાઓના હાથમાં તમે આવી પડો; અને પાછળ લાગનારા પાછા આવે ત્યાં સુધી ત્રણ દિવસ ત્યાં તમે સંતાઈ રહો; અને ત્યાર પછી તમે તમારે માર્ગે જવાનું અડચણ નથી.

17 અને તે માણસોએ તેને કહ્યું કે, જે સમ તેં અમને ખવડાવ્યા છે,તેમાંથી અમે આ પ્રમાણે નિર્દોષી થઈશું કે,

18 જો, અમે દેશમાં આવીએ ત્યારે જે બારીમાંથી તેં અમને ઉતાર્યા, તે પર તું આ કીરમજી રંગની દોરડી બાંધજે, ને પોતાના બાપને, પોતાની માને, ને પોતાના ભાઈઓને, ને પોતાના બાપના સર્વ ઘરનાંને, પોતાની પાસે ઘરમાં એકઠા કરી રાખજે.

19 અને એમ થશે કે જે કોઇ તારા ઘરનાં બારણી બહાર નિકળીને રસ્તામાં જશે, તેનું રક્ત તેને માથે, અમે તો નિર્દોષ રહીશું;ને જે કોઇ તારી પાસે ઘરમાં હશે, તે પર કોઈનો હાથ પડે, તો તેનું રક્ત અમારે માથે.

20 પણ જો તું અમારી આ વાત કહી દેશે, તો જે સમ અમને તે ખવડાવ્યા છે તે વિષે અમે નિર્દોષ થઈશું.

21 ત્યારે તેણીએ કહ્યું, તમારા વચન પ્રમાણે થાઓ. અને તેણીએ તેઓને વિદાય કીધા, ને તેઓ ચાલ્યા ગયા, અને તેણીએ તે કિરમજી દોરડી બારીએ બાંધી.

22 અને તેઓ ચાલતાં થઈને પર્વતે પહોંચ્યા, અને પાછળ લાગનારા પાછળ ગયા ત્યાં સુધી ત્રણ દિવસ તેઓ ત્યાં રહ્યા; ને પાછળ લાગનારાઓએ આખે રસ્તે તેઓનો શોધ કીધો, પણ તેઓને તેઓ મળ્યા નહિ.

23 અને તે બે માણસ પાછા ફરીનેપર્વત ઉપરથી ઉતર્યા, ને [નદી] ઓળંગીને નૂનના દીકરા યહોશુંઅઆની પાસે આવ્યા; અને તેઓને જે વિત્યું હતું તે સર્વ તેઓને તેને કહ્યું.

24 અને તેઓએ યહોશુઆને એમ કહ્યું કે, નિશ્ચય યહોવાહે આંખો દેશ અપના હાથમાં આપ્યો છે; ને વળી દેશના સઘળાં રહેવાસીઓ આપણી આંગળ લોપ થઇ જાય છે.