2 અને તેઓની દક્ષિણ ગમની સીમા ખારા સમુદ્રના છોડાથી, એટલે દક્ષીણ ગમની ખાડીથી [શરૂ થતી] હતી;
3 ને ત્યાંથી તે [સીમા] આક્રાબ્બીમના ઘાટની દક્ષિણે આવી લગી, ને આગળ વધીને સીનને લાગી, ને કાદેશ-બાર્નેઆની દક્ષિણે થઈને ઉપર ગઇ, ને હેસ્રોનની પાસે રહીને આગળ ચાલી, ને આદ્દાર સુધી ચાલી ગઇ, ને ચક્કર ખાઈને કાર્કાને લાગી;
4 ને ત્યાંથી આગળ ચાલીને આસ્મોન સુધી ગઇ, ને ત્યાંથી નિકળીને મિસરના નાળા આગળ ગઇ; ને તે સીમાનો છેડો સમુદ્ર આગળ આવ્યો; તમારી દક્ષિણ ગમની સીમા એ પ્રમાણે થશે.
5 અને પૂર્વની સીમા ખારો સમુદ્ર હતો, એટલે યરદનના છેડા સુધી. અને ઉત્તર ભાગની સીમા યરદનને છેડે સમુદ્રની જે ખાડા છે ત્યાંથી [શરૂ થતી] હતી;
6 ને તે સીમા બેથ-હોગ્લાહ સુધી ઉંચી ચઢી, ને બેથ-અરાબાહની ઉતર ગમ થઈને આગળ ચાલી ગઇ; ને તે સીમા રેઉબેનના દીકરા બોહાનની શિલા સુધી ઉંચી ગઇ;
7 ને તે સીમા આખોરની ખીણથી દબીર સુધી ઉંચી ગઇ, ને તેજ પ્રમાણે ઉત્તર ગમ ગિલ્ગાલ, ને નદીની દક્ષિણ બાજુ પરના અદુમ્મીમના ઘાટની સામે છે, તેની સામે ગઇ; ને તે સીમા આગળ ચાલ્લીને એનશેમેશનાં પાણી સુધી ગઇ, ને તેનો છેડો એન-રોગેલ આગળ આવ્યો;
8 ને તે સીમા હિન્નોમના પુત્રની ખીણ પાસે થઈને યબૂસીઓની સરહદની દક્ષિણ ગમ સુધી ઉપર ગઇ (એટલે યરૂશાલેમ સીધી); અને હિન્નોમની ખીણ સામે પશ્ચિમે આવેલા પર્વતનું શિખર જે રફાઈમની ખીણની ઉતર તરફને છેડે છે ત્યાં સધી તે સીમા ગઇ;
9 ને પર્વતના શિખરથી તે નેફતોઆહના પાણીના ઝરા સુધી તે સીમ અંકાઈ હતી, ને ત્યાંથી એફ્રોન પર્વતના નગરો સુધી ગઇ; ને તે સીમા બાઅલાહ (એટલે કીર્યાર્થ-યઆરીમ) સુધી દોરાએલી હતી;
10 ને તે સીમા ત્યાંથી વળીને પશ્ચિમ ગમ બાઅલાહથી સેઇર પર્વત સુધી ગઇ, ને આગળ ચાલીને ઉત્તર ગમ યઆરીમ પર્વત, (એટલે કસાલોન)ની બાજુ સુધી ગઇ, ને બેથ-શેમેશ સુધી નીચે ઉતરી, ને તીમ્નાહની બાજુ પર થઈને આગળ ચાલી;
11 ને તે સીમા ઉતર ગમ એક્રોનની બાજુએ ગઇ; ને શિક્ક્રોન સુધી તે સીમા દોરેલી હતી, ને આગળ ચલ્લીને બાઅલાહ પર્વત સુધી તે ગઇ, ને યાબ્નએલ સુધી પહોંચી; ને તે સીમાનો છેડો સમુદ્ર આગળ આવ્યો.
12 અને પશ્ચિમ સીમા મોટા સમુદ્ર તથા તેના કાંઠા સુધી હતી. યહુદાહપુત્રોની ચોગરદમ સીમા તેમનાં કુટુંબો પ્રમાણે એ હતી.
13 અને, યહોશુઆને [આપેલી] યહોવાહની આજ્ઞા પ્રમાણે, યહુદાહપુત્રોમાં યફૂન્નેહના દીકરા કાલેબને તેણે એક ભાગ આપ્યો, એટલે કીર્યાથ-આર્બા (જે હેબ્રોન છે તે) આપ્યું, [આર્બા તો] આનાકનો બાપ હતો.
14 અને કાલેબે અનાકના ત્રણ દીકરા શેશાય તથા અહિમાન તથા તાલ્માયને, એટલે અનાકપુત્રોને, ત્યાંથી હાંકી કાઢ્યા.
15 અને તેને ત્યાંથી દબીરના રહેવાસીઓ પર ચઢાઈ કીધી; દબીરનું નામ તો પૂર્વે કીર્યાથ-સેફેર હતું.
16 અને કાલેબે કહ્યું, જે કોઇ કીર્યાથ-સેફેર્બે મારીને સર કરશે, તેને હું મારી દીકરી, આખ્સાહ, પરણાવીશ.
17 અને કાલેબના ભાઇ કનાઝના દીકરા ઓથ્નીએલે તે લીધું; ને તેણે પોતાની દીકરી આખ્સાહને એની સાથે પરણાવી.
18 અને જયારે તે તેની પાસે આવી, ત્યારે એમ થયું કે, તેણીએ તેને સૂચના કીધી કે, મારા બાપ પાસેથી એક ખેતર માગ; ન તે પોતાની ઘધેડા પરથી ઉતરી; ને કાલેબે તેને કહ્યું કે, તારે શું જોઈએ?
19 તેણીએ ઉત્તર આપ્યો, મને આશીર્વાદ આપ; તેં મને નેગેબમાં જમીન આપી છે, માટે પાણીના ઝરા પણ મને આપ.ને તેને તેણે તેને ઉપલાણના ઝરા, ને નીચાણના ઝરા આપ્યાં.
20 યહુદાહપુત્રોના કુળનું વતન, તેઓનાં કુટુંબો પ્રમાણે, આ છે.
21 અને નેગેબમાં અદોમની સરહદની ગમ યહુદાહપુત્રોનાં કુળના છેવાડા નગરો કાબ્સએલ, તથા એદેર, તથા યાગૂર;
22 તથા કીનાહ, તથા દીમોનાહ, તથા આદઆદાહ;
23 તથા કેદેશ, તથા હાસોર, તથા યિથ્નાન;
24 ઝીફ, તથા ટેલેમ, તથા બેઆલોથ;
25 તથા હાસોર-હદાત્તાહ, તથા કરીયોથ-હેસ્રોન [એટલે હાસોર]
26 અમામ, તથા શમા, તથા મોલાદાહ;
27 તથા હસાર-ગાદ્દાહ, તથા હેશ્મોન, તથા બેથ-પેલેટ;
28 તથા હસાર-શુઆલ, તથા બેરશેબા, તથા બિઝયોથ્યાહ;
29 આઅલાહ, તથા ઇયીમ, તથા એસેમ;
30 તથા એલ્તોલાદ, તથા કસીલ, તથા હોરમાહ;
31 તથા સિકલાગ, તથા માદમાન્નાહ, તથા સાન્સાન્નાહ;
32 તથા લબાઓથ, તથા શિલ્હીમ, તથા આયિન, તથા રિમ્મોન; સઘળાં મળી ઓગણત્રીસ નગરો, તેઓનાં તાબાનાં ગામો સહિત હતાં.
33 નીચ પ્રદેશમાં એશ્તાઓલ તથા સોરાહ તથા આશ્રાહ;
34 તથા ઝાનોઆહ, તથા એન-ગાન્નીમ, તાપ્પુઆહ, તથા એનામ;
35 યાર્મૂથ, તથા અદુલ્લામ, સોખોહ, તથા અઝેકાહ;
36 તથા શાઅરાઇમ, તથા અદીથાઈમ, તથા ગદેરાહ,તથા ગદરોથાઈમ, ચૌદ નગરો તેઓનાં ગામો સુદ્ધાં.
37 સનાન, તથા હદાશાહ, તથા મિગ્દાલ-ગાદ;
38 તથા દિલઆન, તથા મિસ્પેહ, તથા યોક્તએલ;
39 લાખીશ, તથા બોસ્કાથ, તથા એગ્લોન;
40 તથા કાબ્બોન, તથા લાહમામ, તથા કિથ્લીશ;
41 તથા ગેદેરોથ, બેથ-દાગોન, તથા નાઅમાહ, તથા માક્કેદાહ; સોળ નગરો તેઓનાં ગામો સુદ્ધાં
42 લિબ્નાહ, તથા એથેર, તથા આશાન;
43 તથા યિફતાહ, તથા આશનાહ, તથા નસીબ;
44 તથા કઈલાહ, તથા આખ્ઝીબ, તથા મારેશાહ, નવ નગરો તેઓનાં ગામો સુદ્ધાં.
45 એફ્રોન, તેનાં નગરો તથા ગામો સુદ્ધાં;
46 એટલે એફ્રોનથી તે સમુદ્ર સુધી, આશદોદની પડખે જે સઘળાં નગરો હતાં તે, તેઓના ગામો સુદ્ધાં.
47 આશ્દોદ, તેના નગરો તથા તેના ગામો; ગાઝ્ઝાહ, તેનો નગરો તથા તેનાં ગામો; મીસરનું નાળું તથા મહા સમુદ્ર તથ્હા તેનો કિનારો, ત્યાં સુધીના.
48 અને પહાડી મુલકમાં શામીર, તથા યાત્તીર, તથા સોખોહ;
49 તથા દાન્નાહ, તથા કીર્યાથ-સાન્નાહ, (એટલે દબીર);
50 તથા અનાબ, તથા એશ્તમોહ, તથા આનીમ;
51 તથા ગોશેન, તથા હોલોન, તથા ગેલોહ; અગિયાર નગરો, તેઓનાં ગામો સુદ્ધાં.
52 અરાબ, તથા દૂમાહ, તથા એશઆન;
53 તથા યાનીમ, તથા બેથ-તાપ્પુઆહ, તથા અફેકાહ;
54 તથા હુમ્ટાહ, તથા કીર્યાથ-આર્બા (એટલે હેબ્રોન), તથા સીઓર; નવ નગરો, તેઓનાં ગામો સુદ્ધાં.
55 માઓન, કાર્મેલ, તથા ઝીફ, તથા યૂટ્ટાહ;
56 તથા યિઝ્રએલ, તથા યોક્દઆમ, તથા ઝાનોઆહ;
57 કાઈન, ગિબઆહ, તથા તિમ્નાહ; દસ નગરો, તેઓનાં ગામો સુદ્ધાં.
58 હાલ્હૂલ, બેથ-સૂર, તથા ગદોર;
59 તથા માઅરાથ, તથા બેથ-અનોથ, તથા એલ્તકોન; છ નગરો, તેઓનાં ગામો સુદ્ધાં.
60 કીર્યાથ-બઆલ (એટલે કીર્યાથ-યઆરીમ), તથા રાબ્બાહ; બે નગરો, તેઓનાં ગામો સુદ્ધાં.
61 અરણ્યમાં બેથ-અરાબાહ, મિદ્દીન, તથા સખાખાહ;
62 તથા નિબ્શાન તથા ખારાનું નગર તથા એન-ગેદી; છ નગરો તેઓનાં ગામો સુદ્ધાં.
63 અને યરૂશાલેમના રહેવાસી યબૂસીઓને તો યહુદાહપુત્રો હાંકી કાઢી ન શક્યા; પણ યબૂસીઓ યહુદાહપુત્રો સાથે યારૂશાલેમમાં આજ સુધી રહે છે.