2 ને તે બેથેલથી લૂઝ સુધી ગયો, અને આગલા ચાલીને આર્કીઓની સરહદ ઉપર થઈને અટીરોથ સુધી ગયો.
3 અને પશ્ચિમ તરફ યાફલેટીઓની સીમા સુધી, નીચલા બેથ-હોરોનની સીમા છેક ગેઝેર સુધી ઉતરી; અને તેનો છેડો સમુદ્ર આગળ આવ્યો.
4 અને યુસફપુત્રો મનાશ્શેહ ને એફ્રાઈમે પોતાની વતન લીધું.
5 અને એફ્રાઈમ પુત્રોની સીમા તેનાં કુટુંબો પ્રમાણે [આ મુજબ] હતી; એટલે પૂર્વ તરફ તેઓના ભાગની સીમા આટ્રોથ-આદ્દાર, ઉપરના બેથ હોરેન સુધી હતી;
6 અને સરહદ મિખ્મથાથની ઉત્તરે પશ્ચિમ તરફ ગઇ; ને તે સીમા ત્યાંથી પૂર્વ ગમ વળીને તાઅનાથ-શીલોહ સુધી ગઇ, ને તેની પાસે થઈને યાનોઆહનીપૂર્વે ગઇ;
7 ને યાનોઆહથી ઉતરીને અટારોથ સુધી, ને નાઅરાહ સુધી ગઇ, ને યેરેખોને મળીને યરદન પાસે તેનો છેડો આવ્યો.
8 અને તે સીમા તાપ્પુઆહથી પશ્ચિમ તરફ ચાલીને કાનાહ નદી સુધી ગઇ; ને તેનો છેડો સમુદ્ર આગળ આવ્યો; એફ્રાઈમ પુત્રોનાં કુળના કુટુંબો પ્રમાણે તેઓનું વતન આ છે;
9 ને તે સાથે મનાશ્શેહ પુત્રોના વતન મધ્યે જે નગરો એફ્રાઈમપુત્રોને સારૂ અલાયદા પાડેલાં હતાં, એ સર્વ નગરો તેઓના ગામો સુદ્ધાં [તેમને મળ્યાં].
10 અને ઝેઝેરના રહેવાસી કનાનીઓને તેઓએ કાઢી મુક્યા નહિ; પણ કનાનીઓ એફ્રાઈમ મધ્યે આજ સુધી રહ્યા, ને વેઠ કરનારા દસો થયા.