2 અને તેઓને [નીચેનાં નાગરોનું] વતન મળ્યું, બેરશેબા અથવા શેબા, તથા માલાદાહ;
3 તથા હસારશૂઆલ, તથા બાલાહ, તથા એસેમ;
4 તથા એલ્તોલાદ, તથા બથૂલ, તથા હોર્માહ;
5 તથા સિક્લાગ તથા બેથ-માર્કાબોથ, તથા હસાર-સૂસાહ;
6 તથા બેથ-લબાઓથ, તથા શારૂહેન; તેર નગરો, તેઓનાં ગામો સુદ્ધાં;
7 આયિન, રિમ્મોન, તથા એથેર, તથા આશાન; ચાર નગરો, તેઓનાં ગામો સુદ્ધાં;
8 ને આ નાગરોની ચારોગમ જે સર્વ ગામો, બાઅલાથ-બએર, એટલે દક્ષિણના રામાહ, સુધી હતા તે શિમઓનપુત્રોના કુળનું વતન, તેઓના કુટુંબો પ્રમાણે, એ છે.
9 શિમઓન પુત્રોને વતન યહુદાહપુત્રોના વિભાગમાંથી મળ્યું; કેમકે યહુદાહપુત્રોના વિભાગ તેઓને જોઈએ તે કરતાં વધારે હતો; માટે તેઓના વતન મધ્યે શિમઓન પુત્રોને મળ્યું.
10 અને ત્રીજો ભાગ ઝબુલૂનપુત્રોને સારૂ, તેઓનાં કુટુંબ પ્રમાણે, નિકળ્યો; તેઓના સીમાની સરહદ સારીદ પાસે હતી;
11 ને તેઓની સીમા પશ્ચિમ તરફ એટલે માંરઅલાહ સુધી ગઇ; ને પછી દાબ્બેશેથ સુધી પહોંચી; ને યોકનઆમ સામેની ખીણ સુધી પહોંચી;
12 ને સારીદથી પૂર્વગમ વળીને સૂર્યોદય તરફ કીસ્લોથ તાબોરની સરહદ સુધી ગઇ; ને ત્યાંથી નિકળીને દાબરાથ આગળ આવીને યાફીઆ સુધી ઉપર ગઇ;
13 ને ત્યાંથી આગળ ચાલીને ગાથ-હેફેરની પૂર્વગમ એથ-કાસીન સુધી ઉપર ગઇ; ને ત્યાંથી નિકળીને તે રિમ્મોન સુધી ગઇ, કે જે નેઆહ સુધી લંબાય છે,
14 ને એ સીમા તેને ચક્કર મારીને, ઉત્તરગમ હાન્નાથોન સુધી ગઇ; ને તેનો છેડો યિફતાહ-એલ ખીણ આગળ આવ્યો;
15 ને કાટ્ટાથ, તથા નાહલાલ, તથા શિમ્રોન, તથા યિદઅલાહ, તથા બેથલેહેમ; બાર નગરો, તેઓનાં ગામો સુદ્ધાં.
16 ઝબુલૂનપુત્રોના કુટુંબો પ્રમાણે તેઓનું એ વતન છે, એટલે એ નગરો અને તેઓનાં ગામો.
17 ચોથો ભાગ યિસ્સાખારને સારૂ, એટલે યિસ્સાખારપુત્રોને સારૂ, તેઓનાં કુટુંબો પ્રમાણે, નિકળ્યો.
18 અને તેઓની સીમા [આ નગરો] સુધી આવેલી છે, એટલે યિઝ્રએલ, તથા કસુલ્લોથ, તથા શૂનેમ;
19 તથા હફારાઈમ, તથા શીઓન, તથા અનાહરાથ;
20 તથા રાબ્બીથ, તથા કિશ્યોન, તથા એબેસ;
21 તથા રેમેથ, તથા એન-ગાન્નીમ, તથા એન-હાદ્દાહ, તથા બેથ-પાસ્સેસ;
22 એ તે સીમા તાબોર, ને શાહસુમાહ, ને બેથ-શેમેશ સુધી પહોંચી; ને તેઓની સીમાનો છેડો યરદનની પાસે હતો; સોળ નગરો તેઓના ગામો સુદ્ધાં.
23 યિસ્સાખારપુત્રોના કુળનું વતન, તેઓના કુટુંબ પ્રમાણે, એ છે, એટલે એ નગરો ને તેઓના ગામો.
24 અને પાંચમો ભાગ આશેરપુત્રોના કુળને સારૂ, તેઓનાં કુટુંબ પ્રમાણે, નિકળ્યો.
25 અને તેઓની સરહદ આં પ્રમાણે હતી, એટલે હેલ્કાથ, તથા હલી, તથા બેટેન, તથા આખ્શાફ;
26 તથા આલ્લામ્મેલેખ, તથા આમઆદ, તથા મિશઆલ; અને તે સીમા પશ્ચિમમાં કાર્મેલ, તથા શીહોર-લિબ્નાથ સુધી પહોંચી;
27 ને સૂર્યોદય તરફ બેથ-દાગોન ગમ વળીને, તે ઝબુલૂન સુધી, ને યિફતાહ-એલની ખીણની ઉત્તરે બેથ-એમેક તથા નેઇએલ ઉધી પહોંચી, ને ત્યાંથી નીકળીને ડાબે હાથે કાબૂલમાં ગઇ;
28 ને એબ્રોન, ને રેહાબ, ને હામ્મોન, ને કાનાહ, એટલે મોટા સીદોન સુધી ગઇ;
29 ને તે સીમા વાલીન રામાહ, ને સોરના કોટવાળા નગર સુધી ગઇ; ને તે સીમા ફરીને હોસાહમાં ગઇ; ને તેનો છેડો આખ્ઝીબના પ્રદેશની પાસે, સમુદ્ર આગળ આવ્યો;
30 ને ઉમ્માહ, તથા અફેક, તથા રહોબ; બાવીસ નગરો, તેઓના ગામો સુદ્ધાં.
31 આશેરપુત્રોના કુળનું વતન, તેઓના કુટુંબો પ્રમાણે, એ છે, એટલે એ નગરો ને તેઓનાં ગામો.
32 છઠ્ઠો ભાગ નાફતાલીપુત્રોને સારૂ, એટલે નાફતાલીપુત્રોને સારૂ તેઓના કુટુંબો પ્રમાણે નીકળ્યો.
33 અને તેઓની સેમા હેલેફ, તથા સાઅનાન્નીમમાંનું આલોન ઝાડ, તથા અદામી-નેકેબ, તથા યાબ્નએકલ, ત્યાં થઈને લાક્કૂમ સુધી ગઇ; ને તેનો છેડો યરદન પાસે હતો;
34 તે સીમા પશ્ચિમ તરફ વળીને આઝનોથ-તાબોર સુધી ગઇ; ને ત્યાંથી આગળ ચાલી હુક્કોક ગઇ; ને દક્ષિણમાં ઝબુલૂન સુધી પહોંચી; ને પશ્ચિમમાં આશેર સુધી પહોંચી, ને સૂર્યોદય તરફ યરદન પાસે યહુદાહને પહોંચી.
35 અને [તેમાં] કોટવાળા નગરો આ હતાં; સિદ્દીમ, સેર, તથા હમ્માંથ, રાક્કાથ તથા કિન્નેરેથ;
36 તથા અદામાહ, તથા રામાહ, તથા હાસોર;
37 તથા કેદેશ તથા એડ્રેઇ, તથા એન-હાસોર;
38 તથા યિરઓન, તથા મિગ્દાલએલ, તથા હેરેમ, તથા બેથ-અનાથ, તથા બેથ-શેમેશ; ઓગણીસ નગરો, તેઓનાં ગામો સુદ્ધાં.
39 નાફતાલીપુત્રોના કુળનું વતન, તેઓનાં કુટુંબો પ્રમાણે, એ છે, એટલે તેઓના નગરો ને તેઓનાં ગામો.
40 અને સાતમો ભાગ દાનપુત્રોના કુળને સારૂ, તેઓના કુટુંબો પ્રમાણે નિકળ્યો.
41 અને તેઓના વતનની સરહદમાં સોરાહ તથા એશ્તાઓલ તથા ઈર-શેમેશ;
42 તથા શાઅલાબબીન, તથા આયાલોન, તથા યિથ્લાહ;
43 તથા એલોન, તથા તિમ્નાહ, તથા એક્રોન;
44 તથા એલ્તકેહ, તથા ગિબ્બથોન, તથા બાઅલાથ;
45 તથા યહુદ, તથા બની-બરાક, તથા ગાથ-રિમ્મોન;
46 તથા મેં-યાકોન તથા રાક્કોન, યાફો સામેની સેમા સુદ્ધાં.
47 અને દાનપુત્રોની સરહદ તેઓની પેલી બાજુએ નિકળી; કેમકે દાનપુત્રોએ લેમેશની સામે યુદ્ધ કરવાને ચઢાઇ કીધી, ને તે જીતી લીધું, ને તરવારની ધારથી તેને માર્યું, ને તેને વતન કરી લઈને તેમાં વાસ કીધો, ને પોતાના પિતૃ દાનના નામ પ્રમાણે લેશેમનું નામ દાન પાડ્યું.
48 દાનપુત્રોના કુળનું વતન, તેઓના કુટુંબો પ્રમાણે, એ હતું, એટલે એ નગરો ને તેઓનાં ગામો.
49 એ પ્રમાણે તેઓ દેશનું વતન સીમાવાર વહેંચી રહ્યા; પછી ઇસ્રાએલપુત્રોએ નૂનના દીકરા યહોશુઆને પોતા મધ્યે વતન આપ્યું;
50 એફ્રાઈમના પહાડી મુલકનું તિમ્નાથ-સેરાહ નગર, જે તેણે માગ્યું, તે યહોવાહના કહેવા પ્રમાણે તેઓએ તેને આપ્યું; ને તે નગર બાંધીને તે તેમાં રહ્યો.
51 એલઆઝાર યાજકે ને નૂનના પુત્ર યહોશુઆએ ને ઇસ્રાએલપુત્રોનાં કુળોના બાપોનાં [ઘરોના] મુખ્યોએ શીલોહ મધ્યે મુલાકાતમંડપને બારણે, યહોવાહની આગળ ચિઠ્ઠીઓ નાખીને, જે વતનો વહેંચી આપ્યાં તે એજ છે; એમ તેઓએ દેશ વહેંચવાનું કામ સમાપ્ત કીધું.