2 ઇસ્રાએલપુત્રોને કહે કે, તેઓ પોતાને સારૂ આશ્રયનગરો નીમે, કે જો વિષે મેં મુસાની હસ્તક તમને કહ્યું હતું;

3 એ માટે કે જો કોઇ જણ ચૂકથી તથા અજાણે મનુષ્યઘાત કરે, તો તે મનુષ્યઘાતક તેમાં નાસી જાય; ને તે [નગરો] ખૂનનું વેર લેનારથી તમારા રક્ષણને અર્થે થશે.

4 અને તેમાંના એક નગરે નાસી ગયા પછી, તે નગરના દરવાજાના નાકા આગળ ઉભો રહીને, તે પોતાના દવાની હકીકત નગરના વડીલોને કાને નાખે; ને તેઓ તેને નગરમાં પોતાની પાસે લઇને પોતા મધ્યે રહેવાની જગ્યા આપે.

5 અને જો ખૂનનું વેર લેનાર તેની પાછળ લાગેલો હોય, તો તેઓ તે મનુષ્યઘાતકને તેના હાથમાં સ્વાધીન ન કરે; કેમકે અગાઉથી તને પોતાના પડોશીની સાથે વેર ન છતાં તેણે અજાણે તેને માર્યો.

6 અને તે ફેસલાને સારૂ સભા આગળ ઉભો રહે ત્યાં સુધી અથવા જે મુખ્ય યાજક તે દિવસમાં હોય તેના મરણ સુધી, તે નગરમાં તે રહે; ત્યાર પછી મનુષ્યઘાતક પોતાના નગરમાં, એટલે જે નગરમાંથી તે નાસી ગયો હોય તેમાં પોતાને ઘેર પાછો જાય.

7 અને તેઓએ ગાલીલમાં નાફતાલીના પહાડી પહાડી મુલકમાનું કેદેશ, ને એફ્રાઈમના પહાડી મુલકમાનું શખેમ, ને યહુદાહના પહાડી મુલકમાનું કીર્યાથ-આર્બા (એટલે હેબ્રોન), એમને અલાહિદાં કીધાં.

8 અને પૂર્વમાં યેરેખો પાસે યરદનને પેલે પાર તેઓએ રેઉબેનના કુળમાંથી સપાટ પ્રદેશમાંના અરણ્યમાનું બેસેર, ને ગાદ કુળમાંથી ગિલઆદમાનું રામોથ, ને મનાશ્શેહના કુળમાંથી બાશાનમાંનું ગોલાન નીમ્યાં.

9 એ નગરો સર્વ ઇસ્રાએલ પુત્રોને સારૂ, ને તેઓ મધ્યે પ્રવાસ કરનારા પરદેશીને સારૂ એ માટે નીમેલાં હતા કે, જે કોઇ જણ ચૂકથી કોઇ મનુષ્યનો ઘાત કરે, તે ત્યાં નાસી જઇને જમાતની આગળ ખડો થાય, ત્યાં સુધી ખૂનનું વેર લેનારના હાથથી તે માર્યો ન જાય.