2 અને ત્રણ દિવસ પછી એમ થયું કે સરદારો છાવણી મધ્યે ફર્યા;

3 ને તેઓએ લોકોને એવી આજ્ઞા કરી કે, લેવી યાજકોએ તમારા દેવ યહોવાહના કરારકોષ ઉંચકી લઇ જતાં તમે જુઓ, ત્યારે તમે પોતાનું ઠેકાણું છોડીને તેની પાછળ જજો.

4 તો પણ તમારી અને તેની વચ્ચે સુમારે બે હજાર હાથનું અંતર રહે; તેની પાસે ન જશો, એટલે જે માર્ગે તમારે ચાલવું તે તમને જણાશે; કેમકે અગાઉ એ માર્ગે તમે ગયા નથી.

5 અને યહોશુઆએ લોકોને કહ્યું કે, તમે પોતાને શુદ્ધ કરો, કેમકે કાલે યહોવાહ તમારા મધ્યે આશ્ચર્યકૃત્યો કરશે.

6 ત્યાર પછી યહોશુઆએ યાજકોને ફરમાવ્યું કે, કરારકોષ ઉંચકીને લોકોની આગળ પેલે પાર જાઓ. અને તેઓ કરારકોષ ઉંચકીને લોકોની આગળ ચાલ્યા.

7 અને યહોવાહે યહોશુઆને કહ્યું, આજ હું તને ઇસ્રાએલની નજરમાં મોટો મનાવવાનો આરંભ કરીશ; એ સારૂ કે તેઓ જાણે કે જેમ હું મુસા સાથે હતો તેમ તારી સાથે પણ હોઈશ.

8 અને જે યાજકો કરારકોષ ઉંચકે છે તેઓના એવી આજ્ઞા કર, કે યરદનના પાણીને કિનારે આવો ત્યાર યરદનમાં સ્થિર ઉભા રહેજો.

9 અને યહોશુએ ઇસ્રાએલપુત્રોને કહ્યું, અહીં આવીને પોતાના દેવ યહોવાહનાંવચનો સાંભળો.

10 અને યહોશુઆએ કહ્યું, આ ઉપરથી તમે જાણશો કે જીવતો દેવ તમરી મધ્યે છે, ને કનાની તથા હિત્તિઓ તથા હિવ્વીઓ તથા પરીઝ્ઝીઓ તથા ગિર્ગાશીઓ તથા અમોરીઓ તથા યબીસીઓને તે નિશ્ચય તમારી આગળથી નસાડશે.

11 જુઓ, આખી પૃથ્વીના પ્રભુનો કરારકોષ તમારી આગળ યરદન ઉતરે છે.

12 માટે હવે તમે પોતાને સારૂ પ્રત્યેક કુળમાંથી એક એક માણસ એ પ્રમાણે ઇસ્રાએલના કુળમાંથી બાર માણસો લો.

13 અને આખી પૃથ્વીના પ્રભુ યહોવાહનો કોષ ઉંચકનારા યાજકોના પગનાં તળિયા યરદનના પાણીમાં પડતાંજ એમ થશે કે, યરદનનું પાણી જે ઉંચેથી નીચલી તરફ વહે છે તેના ભાગ પડી જશે, અને એક ઢગલો થઈને ઠરી રહેશે.

14 અને એવી થયું કે, લોક યરદન ઉતરવ સારૂ પોતાના તંબુઓમાંથી નિકળ્યા, ને કરારકોષ ઉંચકનારા યાજકો લોકોની આગળ હતા;

15 ને કોષ ઉચંકનારા જયારે યરદનની પાસે આવ્યા, ને કોષ ઉંચકનારા યાજકોના પગ નદીના પાણીમાં પેઠા, (કેમકે કાપણીની આખી ઋતુમાં યરદન પોતાના કાંઠાઓ ઉપર થઈને છલી જતી હતી),

16 ત્યારે ઉપલી તરફથી વહેનાર પાણી ઠરી રહ્યું, અને ઘણે દૂર સુધી, એટલે સારેથાન પાસેના આદામ નગર સુધી, એક ઢગલો થઈને ચઢયું; અને અરાબાહના સમુદ્ર એટલે ખારા સમુદ્રની ગમ જે વહેતું હતું તે છેક વહી ગયું; ત્યારે લોક યેરેખોની સામે પેલે પર ઉતર્યા.

17 અને યહોવાહના કરારનો કોષ ઉચકનારા યાજકો યરદનની વછે કોરી ભૂમિ પર સ્થિર ઉભા રહ્યા, અને સઘળાં ઇસ્રાએલીઓ કોરી ભૂમિ ઉપર ચાલીને પેલે પર ઉતર્યા; ને એમ આખી પ્રજા યાર્ડન ઉતરી રહી.