2 તે સમયે યહોવાહે યહોશુઆને કહ્યું કે, ચકમકની છરીઓ બનાવ, ને ફરીથી ઇસ્રાએલપુત્રોની બીજી વાર સુનત કર.

3 અને યહોશુઆએ પત્થરની છરીઓ કરીનને અગ્રચર્મની ટેકરી પાસે ઇસ્રાએલપુત્રોના સુનત કીધી.

4 અણ યહોશુઆએ સુનત કીધી તેનું અર્થ હતું કે, મિસરમાંથી નીકળેલા સઘળાં લોકોમાં જે પુરુષ હતા તેઓ, એટલે મરનારા સઘળાં માણસો મિસરમાંથી નિકળ્યા પછી વાટે અરણ્યમાં મરણ પામ્યા.

5 કેમકે જે સઘળાં લોક નિકળ્યા તેઓની સુનત કીધેલી હતી; પણ મીસ્રમાંથી નિકળ્યા પછી જે અરણ્યમાં વાટે જન્મ્યા, તે સર્વ લોકની સુનત કીધેલી ન હતી.

6 કેમકે આખી પ્રજા, એટલે મીસમાંથી નીકળેલા યુદ્ધ કરનારા માણસો મારી ગયા ત્યાં સુધી ઇસ્રાએલપુત્રો ચાળીસ વર્ષ અરણ્યમાં ફર્યા, કારણ કે તેઓ યહોવાહની વાણી કાન ધર્યો નહિ. ને જે દૂધ મધની રેલછેલાવાળો દેશ આપણને આપવાના તેઓના પૂર્વજો સાથે યહોવાહે સમ ખાધા હતા, તે દેશ તેઓને જોવા દેવો નહિ એવો સમ યહોવાહે તેઓ વિષે ખાધા.

7 અને તેઓને ઠેકાણે તેઓના જે દીકરાઓને તેણે ઉભા કીધા હતા, તેઓની સુનત યહોશુએ કીધી; કેમકે તેઓની સુનત વાટે કીધેલી ન હતી, માટે તેઓ બેસુનત હતા.

8 અને એમ થયું કે સર્વ લોકોની સુનત થઇ રહ્યા પછી તેઓ સારા થયાં ત્યાં સુધી પોતાને ઠેકાણે છાવણીમાં રહ્યા.

9 અને યહોવાહે યહોશુઆને કહ્યું કહ્યું, આજ મેં તમારી ઉપરથી મીસરનો દોષ દૂર કરી છે. માટે તે જગ્યાનું નામ આજ સુધી ગિલ્ગાલ પડ્યું.

10 ત્યારે ઇસ્રાએલપુત્રોએ ગિલ્ગાલમાં છાવણી કીધી; અને તેઓએ તે મહિનાને ચૌદમે દિવસસાંજે યેરેખોના મેદાનમાં પાસ્ખા પર્વ પાળ્યું.

11 અને પાસ્ખા પર્વના બીજે દિવસે તેઓએ તે દેશનું આગલા વર્ષનું અનાજ ખાધું, એટલે તેજ દિવસે બેખમીર રોટલી તથા શેકેલા દાણા ખાધા.

12 અને તેઓએ દેશનું જુનું અનાજ ખાધા પછી બીજે દિવસે માન્ના બંધ થયું, ને ઇસ્રાએલપુત્રોને ત્યાર પછી માન્ના પ્રાપ્ત થયું નહિ; પણ તે વર્ષે તેઓએ કનાન દેશની પેદાશમાંથી ખાધું.

13 અને યહોશુઆ યેરેખો પાસે હતો ત્યારે એમ થયું કે, તેણે પોતાની આંખો ઉંચી કરીને જોયું, તો જુઓ, તેની સામે કોઇ પુરૂષ ઉભો રહેલો હતો, ને તેના હાથમાં તેની તરવાર તાણેલી હતી, ને યહોશુઆ તેની પાસે જઈને તેને કહેવા લાગ્યો, શું તું અમારી ગામનો છે, કે અમારી શત્રુઓની?

14 ત્યારે તે બોલ્યો, એમ તો નહિ, પણ યહોવાહના સૈન્યના સરદાર તરીકે હમણાં આવ્યો છું. અને યહોશુઆ ભૂમિ પર ઉંધો પડ્યો, અને ભજન કરીને કહ્યું કે, મારો ઘણી પોતાના દાસને શું કહે છે?

15 ત્યારે યહોવાહના સૈન્ય સરદારે એમ કહ્યું તારાં ચંપલ તારા પગમાંથી કાઢ, કેમકે જે ઠેકાણે તું છે તે પવિત્ર છે; પછી યહોશુઆએ તેમ કીધું.