2 અને યોવાહને યહોશુઆને કહ્યું કે, જો, યેરેખોના ને તેનો રાજા, તથા શૂરવીર પુરુષો તારા હાથમાં આપ્યાં છે.
3 અને તમે યુદ્ધ કરનારા સઘળાં માણસો બોલાવો, ને નગરની એક વાર પ્રદક્ષિણા કરો, એમ છ દિવસ કરો.
4 અને સાત યાજકો કોષ આગળ મેઢાંના શિંગનાં સાત રણશિંગડા લઈને ચાલે; ને સાત વાર નગરની પ્રદક્ષિણા કરો, ને યાજકો રણશિંગડા વગાડે.
5 અને ધમાંકા સાથે મેઢાંના શિંગ લાંબે સાદે વગાડે, ત્યારે એમ થાય કે, સઘળાં લોક મોટો આવાજ કરે; પછી નગરનો કોટ સમળગો ઢળી પડશે, ત્યારે લોકોમાંથી બધા સીધા આગળ ઘસી જવું.
6 અને નૂનના દીકરા યહોશુઆએ યાજકોને બોલાવીને કહ્યું કે, કરારકોષ ઉંચકો, અને સાત યાજકો યહોવાહના કોષ આગળ મેઢાંના શિંગનાં સાત રણશિંગડા લઇને ચાલે.
7 અને તેઓએ લોકોને કહ્યું, આગળ ચાલો, અને નગરનું પ્રદક્ષિણા કરો, અને હથિયાર બંધ પુરૂષો યહોવાહના કોષ આગળ ચાલે.
8 અમે એમ થયું કે, જયારે યહોશુઆ લોકોને કહી રહ્યો, ત્યારે સાત યાજકો યહોવાની આગાની મધ્તાં શિંગના રણશિંગડા લઈને વગાડતાં વગાડતાં આગળ ચાલ્યા; અને યહોવાહના કરાર કોષ તેઓની પાછળ પાછળ ચાલ્યો.
9 અને હથિયારબંધ પુરૂષો રણશિંગડા વગાડનારા યાજકોની આગળ ચાલ્યા, અને પાછળની ટુકડી કોષની પાછળ અને યાજકો ચાલતા ચાલતા રણશિંગડા વગાડતા હતા.
10 અને યહોશુઆએ લોકોને એવી આજ્ઞા કરી કે, હું તમને હોકરો કરવાનું કહ્યું તે દિવસ સુધી તમે હોકારો કરશો મા, ને પોતાની વાણી સંભળાવા દેશો મા, ને તમારા મ્હોડામાંથી કંઈ શબ્દ નિકળે નહિ; [હું કહું] ત્યારેજ તમે હોકારો કરજો.
11 એ પ્રમાણે તેણે યહોવાહના કોષને નગરની આસપાસ ફેરવીને તેની પ્રદક્ષિણા કરાવી, ને તેઓ છાવણીમાં આવ્યા ને છાવણીમાં રહ્યા.
12 અને સવારે યહોશુઆ વહેલો ઉઠ્યો, અને યાજકોએ યહોવાહનો કોષ ઉંચકી લીધો.
13 ને સાત યાજકો યહોવાહના કોષ આગળ મેઢાંના શિંગના સાત રણશિંગડા લઈને વગાડતાં વગાડતાં ચાલ્યા; અને હથિયારબંધ માણસો તેઓની આગળ ચાલ્યા, અને પાછળની ટુકડી યહોવાહના કોશની પાછળ ચાલી, અને યાજકો ચાલતા ચાલતા રણશિંગડા વગાડતા હતા.
14 અને બીજે દિવસે તેઓએ નગરની એક વાર પ્રદિક્ષણા કરીને પાછા છાવણીમાં આવ્યા; એ રીતે તેઓએ છ દિવસ કીધું.
15 અને સાતમે દિવસે એમ થયું કે, પ્રભાત થતાંજ તેઓએ વહેલો ઉઠીને એજ રીત પ્રમાણે નગરની સાત વાર પ્રદક્ષિણા કીધી; ફકત તેજ દિવસે તેઓએ નગરની સાત વાર પ્રદક્ષિણા કીધી.
16 અને સાતમી વારે એમ થયું કે, યાજકો રણશિંગડા વગાડતાં હતા ત્યારે યહોશુઆએ લોકોને કહ્યું, હોકારો કરો; કેમકે યહોવાહે નગર તમને આપ્યું છે.
17 અને નગર તથા તેમાંનું સર્વ યહોવાહ પ્રત્યે સમર્પિત થશે; કેવળ રાહાબ કસબેણ અને તેની સાથે ઘરમાં જે હોય તે સર્વ જીવતા રહે; કારણ કે જે જાસુસ આપણે મોકલ્યા હતા તેઓને તેણીએ સંતાડ્યા.
18 અને શ્રાપિત વસ્તુથી પોતાને સર્વ પ્રકારે અલગ રાખો, રખેને તમે તેને શ્રાપિત કર્યા પછી પોતે શ્રાપિત વસ્તુને લો, અને એમ કરીને ઇસ્રાએલની છાવણીને શ્રાપિત કરો, ને તેને હેરાન કરો.
19 પણ સર્વ રૂપું તથા સોનું, ને પિત્તળના તથા લોઢાનાં પાત્ર યહોવાહને સારૂ પવિત્ર છે; તેઓ યહોવાહના ભંડારમાં જાય.
20 ત્યારે લોક્કોએ હોકારો કર્યો અને [યાજકોએ] રણશિંગડા વગાડ્યાં; અને એવું થયું કે, લોકોએ રણશિંગડાનો સાદ સાંભળતાજ ઘાંતો કાઢીને મોટો હોકારો કીધો; ત્યારે કોટ ત્યાં ને ત્યાંજ નીચે પડ્યો, એટલે કે લોકોમાંનો પ્રત્યેક પુરુષ સીધો નગરમાં ઘુસી ગયો, અને તેઓએ નગર લીધું.
21 અને નગરમાં જે સઘળું હતું તેનો, એટલે પુરુષ ને સ્ત્રી, જુવાન ને વૃદ્ધ, ને ઢોર ને ઘેટાં ને ગધેડાં, તેઓનો તરવારની ધારથી વિનાશ કીધો.
22 અને જે બે માણસોએ દેશની જાસુસી કીધી હતી તેઓને યહોશુઆએ કહ્યું કે, કસબેણને ઘેર જઈને તેની સાથે તમે સમ ખાધા હતા, તે પ્રમાણે તેને ને તેના સર્વસ્વને ત્યાંથી કાઢી લાવો.
23 અને જુવાન જાસુઓએ માંહે જઈને રાહાબને ને તેના બાપને, ને તેની માને, ને તેના ભાઈઓને, ને તેના સર્વસ્વને કાઢી આણ્યા, વળી તેના સઘળાં સગાંને પણ તેઓએ કાઢી આણ્યા; ને તેઓને ઇસ્રએલની છાવણી બહાર મુક્યાં.
24 અને તેઓએ નગરને, અને જે સર્વ તેમાં હતું તેને, અગ્નિથી બાળી નાખ્યા; કેવળ રૂપું ને સોનું, ને પિત્તળના ને લોઢાનાં પાત્રો તેઓએ યહોવાહના ઘરનાં ભંડારમાં મુક્યાં.
25 પણ રાહાબ કસ્બેણને, અને તેના બાપના કુટુંબકબિલાને, અને તેના સર્વસ્વને યહોશુઆએ જીવતાં રાખ્યાં; તે અઆજ સુધી ઇસ્રાએલમાં રહે છે; કારણ કે યેરેખોની જાસુસી કરવાને યહોશુઆએ જે જાસુસો મોકલ્યા હતા તેઓને તેણીએ સંતાડ્યા હતા.
26 અને તે વખતે યહોશુઆએ તેઓને એવા સમ ઘાલ્યા કે, જે કોઇ ઉઠીને યેરેખો નગર બાંધે તે યહોવાહની આગલા શ્રાપિત થાય; તેનો પાયો તે પોતાના જ્યેષ્ઠપુત્રના જીવને સાટે નાખે, ને પોતાના સૌથી નાના પુત્રના જીવને સાટે તેની ભાગળો ઉભી કરે.
27 એ પ્રમાણે યહોવાહ યહોશુઆ સાથે હતો; ને તે આખા દેશ્હમાં તેની કીર્તિ ફેલાઇ ગઇ.