2 તેઓ એક સંપે યહોશુઆ સામે ને ઇસ્રાએલીઓ સામે યુદ્ધ કરવાને ભેગા થયા.
3 પણ યહોશુઆએ યેરેખોને તથા આયને જે કીધું હતું, તે ગિબઓનના રહેવાસીઓએ સાંભળ્યું,
4 ત્યારે તેઓએ પણ કપટ કીધું, ને તેઓએ એલચીઓનો વેશ ધરીને પોતાનાં ગધેડાપર જુની ગુણપાટો, ને દ્રાક્ષરસની જુની ને ફાટેલી ને થિગડાં મારેલી મસકો;
5 ને પોતાના પગોમાં જૂનાં ને થિગડાં મારેલાં ખાસડાં, ને પોતાના અંગ પર જૂનાં વસ્ત્રો લીધાં; ને તેઓના ભાથાની બધી રોટલી સુકાઇને ફુગાઇ ગએલી હતી.
6 અને તેઓ ગિલ્ગાલ આગળની છાવણીમાં યહોશુઆ પાસે ગયા, ને તેઓએ તેને તથા ઇસ્રાએલના માણસોને કહ્યું કે, અમે એક દૂર દેશથી આવ્યા છીએ, એ માટે હવે તમે અમારી સાથે કોલકરાર કરો.
7 અને ઇસ્રાએલના માણસોએ હિવ્વીઓને કહ્યું, કદાપિ તમે અમારામાં રહેતા હશો, તો અમે તમારી સાથે કોલકરાર શી રીતે કરીએ.
8 ને તેઓએ યહોશુઆને કહ્યું, અમે તારા દાસ છીએ. અને યહોશુઆએ તેઓને કહ્યું, તમે કોણ છો ને ક્યાંથી આવ્યા છો?
9 ને તેઓએ તેને કહ્યું, તારા દેવ યહોવાહના નામને સારૂ અમે તારા દાસો એક ઘણા દૂર દેશથી આવ્યા છીએ; કેમકે તેની કીર્તિ, ને તેણે મિસરમાં જે સર્વ કીધું, તે અમે સાંભળ્યું છે.
10 અને યરદન પારના અમોરીઓના બે રાજા, એટલે હેશ્બોનનો રાજા સીહોન, ને અશ્તારોથમાં રહેનાર બાશાનનો રાજા ઓગ, તેઓને તેણે જે સર્વ કીધા [તે પણ અમે સાંભળ્યું છે].
11 એ માટે અમારા વડીલો તથા અમારા દેશના રહેવાસીઓ અમને એમ કહ્યું કે, વાટને સારૂ ખાવાનું તમારા હાથમાં લઈને, તેઓને મળવાને જાઓ, ને તેઓને કહો, અમે તમારા દાસ છીએ; ને હવે તમે અમારી સાથે કોલકરાર કરો.
12 અમે તમારી પાસે આવવાને નિકળ્યા તે દિવસે પણ જુઓ,રોટલી અમારાભાથાને સારૂ અમે અમારા ઘરમાંથી ઉન્હી લીધી હતી. પણ જુઓ, હવે તે સુકાઇને ફુગાઇ ગઇ છે;
13 ને દ્રાક્ષરસની આ મસકો અમે ભરી હતી તેઓ નવી હતી; પણ જુઓ, હવે તેઓ ફાટી ગઇ છે; ને આ અમારા વસ્ત્રો ને અમારા ખાસડાં ઘણી લાંબી મુસાફરીથી જૂનાં થયા છે.
14 અને ઇસ્રાએલ પુત્રોએ તેઓના ભાથામાંથી લીધું, ને યહોવાહના મુખથી સલાહ લીધી નહિ.
15 અને યહોશુઆએ તેઓની સાથે સલાહ કીધી, ને તેઓને જીવતા રહેવા દેવા અને શાંતિના કરારકોષ તેઓની સાથે કીધો, ને જમાતના આગેવાનોએ પણ એઓની આગળ વચન આપીને મંજૂરી કરી.
16 અને તેઓની સાથે તેઓએ કરાર કીધો ત્યાર પછી ત્રણ દિવસને થઇ ગયા કે, તેઓ અમારા પડોશી, ને અમારા મધ્યે રહેનારા છે, એવું તેઓએ સાંભળ્યું.
17 અને ઇસ્રાએલપુત્રો ચાલી નિકળીને ત્રીજે દિવસે તેઓના નગરોમાં પહોંચ્યા; હવે તેઓનાં નગરો તો ગિબઓન ને કફીરાહ બે બએરોથ ને કીર્યાથ-યઆરીમ હતાં.
18 અને ઇસ્રાએલપુત્રોએ તેઓને માર્યા નહિ; કેમકે જમાતના આગેવાનો ઇસ્રાએલના દેવ યહોવાહના સમ તેઓની આગળ ખાધા હતાં; અને આખી જમાતે આગેવાનોની વિરુદ્ધ કચકચ કીધી.
19 અને સર્વ આગેવાનોએ આખી જમાતને કહ્યું, અમે ઇસ્રાએલના દેવ યહોવાહના સમ તેઓની આગળ ખાધા છે. માટે અમારાથી તેઓને ન અડકાય.
20 તેઓને આ પ્રમાણે કરીને અમે જીવવા દઈશું, નહિ તો જે સમ તેઓની આગળ અમે ખાધા, તેના કારણથી અમારા ઉપર કોપ આવે.
21 અંને આગેવાનોએ તેઓને કહ્યું, તેઓને જીવવા ડો, પણ એ સરતે કે, તેઓ આખી જમાતને સારૂ લાકડાં કાપનારા ને પાણી ભરનારા થાય, જેમ આગેવાનોએ તેઓને કહ્યું હતું તેમ.
22 અને યહોશુઆએ તેઓને બોલાવીને એમ કહ્યું કે, તમે અમારામાં રહો છો મ છતાં તમે અમને એમ કહીને કેમ ઠગ્યા, કે અમે તમારાથી ઘણો દૂરનો છીએ?
23 તો હવે તમે શ્રાપિત થયાં છો, ને તમારામાંનો કોઇ દાસ થયા વગર, એટલે કે મારા દેવના ઘરમાં લાકડાં કાપનાર તેમજ પાણી ભરનાર થયા વગર, રહેશે નહિ.
24 અને તેઓએ યહોશુઆને ઉત્તર આપીને કહ્યું, અમે અમારા જીવ વિષે તમારાથી ભયભીત થઈને આ કામ કર્યું છે; કેમકે સઘળો દેશ તમને આપવાની તથા તમારી આગળથી દેશના સર્વ રહેવાસીઓનો વિનાશ કરવાની જે આજ્ઞા તમારા દેવ યહોવાહે પોતાના સેવક મુસાને આપી હતી, તે ખચિત તારા દાસોના સાંભળવામાં આવી હતી.
25 અને હવે, જો, અમે તારા હાથમાં છીએ; જે કરવાનું તને સારૂ તથા વાજબી લાગે તે અમને કર.
26 તેથી તેઓને તેજ પ્રમાણે કરીને તેણે તેઓને ઇસ્રાએલપુત્રોના હાથમાંથી છોડાવ્યા, ને તેઓએ તેઓને માર્યા નહિ.
27 અને યહોશુઆએ તેઓને, તે દિવસે, જમાતને સારૂ તથા જે જગ્યા તેઓ પસંદ કરે ત્યાં, યહોવાહની વેદીને સારૂ લાકડાં ફાડનારા તથા પાણી ભરનારા ઠરાવ્યા હતા; તે આજ સુધી [તેમજ છે].