2 અને તેણે પોતાની માને કહ્યું, જે અગિયારસેં રૂપિયા તારી પાસેથી છીનવી લેવાયા હતા, ને જે વિષે તે શ્રાપ દીધો હતો, ને વળી મને પણ કહી સંભળાવ્યું હતું, જો, તે રૂપિયા મારી પાસે છે; મેં તે લીધા હતા. અને તેની મે કહ્યું, મારો દીકરો યહોવાહથી આશીર્વાદિત થાઓ.
3 અને જયારે તેણે તે અગિયારસે રૂપિયા પોતાની માને પાછા આપ્યા, ત્યારે તેની માએ કહ્યું કે, કોરેલી મૂર્તિ તથા ગાળેલી મૂર્તિ બનાવવાને મેં પોતાના હાથથી મારા દીકરાને સારૂ તે રૂપિયા યહોવાહને અર્પણ કર્યા હતા; માટે હવે હું તને તે પાછા આપીશ.
4 ને તેણે પોતાની માને તે રૂપિયા પાછા આપ્યાં, ત્યારે તેની માએ બસેં રૂપિયા લઈને સોનીને આપ્યા, ને તેણે તેની કોરેલી તથા ગાળેલી મૂર્તિ બનવી; ને તે મીખાહના ઘરમાં રહી.
5 અને તે મીખાહને એક દેવસ્થાન હતું, ને તેણે એફોદ તથા તરાફીમ બનાવ્યાં, ને પોતાની એક દીકરાની પ્રતિષ્ઠા કરીને તેને તેનો યાજક બનાવ્યો.
6 તે દિવસોમાં ઇસ્રાએલમાં રાજા નહોતો; પ્રત્યેક માણસ પોતાની દૃષ્ટિમાં જે સારૂ લાગતું તે કરતો.
7 અને યહુદાહનો કુટુંબનો બેથલેહેમ-યહુદાહમાંનો એક જુવાન પુરૂષ હતો, તે લેવી હતો, ને ત્યાં આવી વસેલો હતો.
8 તે માણસ જ્યાં [જગ્યા] મળે, ત્યાં વસવા સારૂ બેથલેહેમ-યહુદાહ નગરમાંથી ચાલી નિકળ્યો; ને મુસાફરી કરતો કરતો તે એફ્રાઈમના પહાડી મુલકમાં મીખાહના ઘેર આવી પહોંચ્યો
9 અને મીખાહે તેને કહ્યું, તું ક્યાંથી આવે છે? ને તેણે તેને કહ્યું કે, હું બેથલેહેમ-યહુદાહનો લેવી છું, ને જ્યાં મને [જગ્યા] મળે ત્યાં રહેવા સારૂ જાઉં છું.
10 અને મીખાહે તેને કહ્યું, મારી સાથે રહે, ને મારો બાપ તથા યાજક થા, હું તમે દર વર્ષે દસ રૂપિયા, તથા એક જોડ લૂગડાં, તથા ખાવાનું આપીશ. તેથી તે લેવી અંદર ગયો.
11 અને લેવી તે માણસની સાથે રહેવાનો રાજી હતો; ને તે જુવાનને પોતાના એક દીકરા સરખો તે ગણતો હતો.
12 અને મીખાહે તે લેવીની પ્રતિષ્ઠા કીધી, ને તે જુવાન તેનો યાજક થયો, ને મીખાહના ઘરમાં રહ્યો.
13 ત્યારે મીખાહે કહ્યું કે, હવે હું જાણું છું કે, એક લેવી મારો યાજક છે એ માટે યહોવાહ મારૂં ભલું કરશે.