1 હવે તેજ સમયે ત્યાં કેટલાએક હાજર હતા કે જેઓએ પીલાતે જે ગાલીલીઓનું લોહી તેઓના યજ્ઞો સાથે ભેળી દીધું હતું તેઓ વિષે તેને કહ્યું.
2 અને તેણે તેઓને ઉત્તર આપતા કહ્યું કે, એ ગાલીલીઓ પર એવી [વિપત્તિઓ] પડી તેથી તેઓ બધા ગાલીલીઓ કરતાં વિશેષ પાપી હતા, એમ તમે ધારો છે શું?
3 હું તમને કહું છું કે ના; પણ જો તમે પસ્તાવો કરશો નહિ, તો તમે સર્વ તેજ પ્રમાણે નાશ પામશો.
4 અથવા સીલોઅમમાં જે અરાઢ માણસ પર બુરજ પડ્યો, ને તેઓને મારી નાખ્યા, તેઓ યરૂશાલેમમાંના સર્વ રહેવાસી કરતાં વિશેષ ગુન્હેગાર હતા, એમ તમે ધારો છો શું?
5 હું તમને કહું છું કે ના; ણ જો તમે પસ્તાવો કરશો નહિ, તો તમે સર્વ તેમજ નાશ પામશો.
6 અને તેણે આ દૃષ્ટાંત કહ્યું કે, કોઈએકની પોતાની દ્રાક્ષવાડીમાં રોપેલી એક અંજીરી હતી; અને તે તેના પરથી ફળ શોધતો આવ્યો, પણ એકે જડ્યું નહિ.
7 ત્યારે તેણે દ્રાક્ષવાડીના માળીને કહ્યું કે, જો, આ ત્રણ વરસથી આ અંજીરી પરથી હું ફળ શોધતો આવ્યો છું ને એકે જડતું નથી; તેને કાપી નાખ; ને વળી ભોંય કેમ નકામી રોકે છે?
8 ને તે તેને ઉત્તર આપતા કહે છે કે, સાહેબ, તેને આ વરસ પર રહેવા દે, એટલામાં હું તેની આસ પાસ ખોદું, ને ખાતર નાખું;
9 ને જો ત્યાર પછી તેને ફળ આવે તો ઠીક; નહિ તો તેને કાપી નાખજે.
10 અને વિશ્રામવારે તે એક સભાસ્થાનમાં બોધ કરતો હતો.
11 અને જુઓ, અરાઢ વરસથી જેણે મંદવાડનો આત્મા વળગેલો એવી એક બાયડી હતી; તે કુબડી હતી, પણ કોઈ પણ રીતે સીધી ઉભી થઇ શકતી નહિ.
12 અને ઇસુએ તેને જોઇને તને બોલાવી, અને તેને કહ્યું કે, બાઈ, તારા મંદવાડથી તું છુટી થઇ છે.
13 અને તેણે તેના પર હાથ મુક્યા; ને તરત તે ટટાર થઇ, ને દેવની સ્તુતિ કીધી.
14 અને વિશ્રામવારે ઇસુએ તેને સાજી કીધી, માટે સભાસ્થાનના અધિકારીએ ગુસ્સે થઈને ઉત્તર આપતાં લોક્કોને કહ્યું કે, છ દહાડા છેકે જેમાં માણસોને કામ કરવું જોઈએ, એ માટે તે [દિવસો]એ તમે આવીને સાજા થાઓ, પણ વિશ્રામવારે નહિ.
15 પણ પ્રભુએ તેને ઉત્તર આપતા કહ્યું કે, ઓ ઢોંગીઓ, તમારામાંનો હરેક પોતપોતાના બળદને તથા ગધેડાને કોડમાંથી છોડીને વિશ્રામવારે પાવા સારૂ લઇ જતો નથી શું?
16 ને આ બાયડી જે ઈબ્રાહીમની દીકરી છે, ને જેણે, જુઓ, શેતાને અરાઢ વરસથી બાંધી રાખી હતી, તેને વિશ્રામવારે આ બંધનથી છોડવી જોઈતી ન હતી શું?
17 ને તેણે એ વાતો કહી ત્યારે તેના બધા સામેવાળા લજવાયા; ને જે બધાં મહિમાવંત કામો તેનાથી કરાયાં તેને લીધે બધા લોકો હર્ષ પામ્યા.
18 એ માટે તેણે કહ્યું કે, દેવનું રાજ્ય શાના જેવું છે? ને હું તેને શાની ઉપમા આપું?
19 તે રાઈના બી જેવું છે, જેણે એક જણે લઈને પોતાની વાડીમાં નાખ્યું, ને તે વધીને મોટું ઝાડ થયું, ને આકાશની પક્ષીઓએ તેની ડાળીઓ પર વાસો કીધો.
20 અને વળી તેણે કહ્યું કે, હું દેવની રાજ્યને શાની ઉપમા આપું?
21 તે ખમીર જેવું હે, જેણે એક બાયડીએ લઈને ત્રણ માપ લોટમાં ઘાલ્યું, ને પરિણામે તે બધો ખમીરવાળો થયો.
22 અને તે યરૂશાલેમ ભણી મુસાફરી કરતાં શહેરે શહેર તથા ગામે ગામ બોધ કરતો ગયો.
23 અને એક જણે તેને કહ્યું કે, પ્રભુ, તારણ પામનાર થોડા છે શું? ને તેણે તેઓને કહ્યું કે,
24 સાંકડા બારણામાં થઈને પેસ્વને કષ્ટ કરો, કેમકે હું તમને કહું છું કે ઘણા પેસવા ચાહશે, પણ [પેસી] શકશે નહિ.
25 જયારે ઘરઘણી ઉઠીને બારણું બંધ કરશે, ને તમે બહાર ઉભા રહીને બારણું ઠોકવા માંડશો, ને કહેશો કે, પ્રભુ, અમારે સારૂ ઉઘાડ; ને તે તમને ઉત્તર આપતા કહેશે કે, હું તમને જાણતો નથી કે તમે ક્યાંના છો;
26 ત્યારે તેમે કહેવા લાગશો કે, અમે તારી સમક્ષ ખાધું પીધું હતું, ને તે અમારા રસ્તાઓમાં બોધ કીધો હતો.
27 અને તે કહેશે કે, હું તમને કહું છું કે તમે ક્યાંના છો એ હું જાણતો નથી; રે અન્યાય કરનારા, તમે સર્વ મારી પાસેથી જાઓ.
28 જયારે તમે ઈબ્રાહીમને તથા ઇસ્હાકને તથા યાકુબને તથા બધા ભવિષ્યવાદીઓને દેવના રાજ્યમાં જોશો, ને પોતાને બહાર કાઢી મુકેલા [જોશો], ત્યારે રડવું તથા દાંત પીસવું થશે.
29 અને તેઓ પૂર્વ તથા પશ્ચિમથી, ને ઉત્તર તથા દક્ષિણથી આવશે, ને દેવના રાજ્યમાં બેસશે.
30 અને, જુઓ, [કેટલાક] જે છેલ્લા તેઓ પહેલા થશે, ને [કેટલાક] જે પહેલા તેઓ છેલ્લા થશે.
31 તેજ ઘડીએ કેટલાએક ફરોશીઓએ તેની પાસે આવીને કહ્યું કે, અહીંથી નીકળી જા, કેમકે હેરોદ તને મારી નાખવા ચાહે છે.
32 અને તેણે તેઓને કહ્યું કે, તમે જઈને તે લોકંડાને કહો, જુઓ, આજ તથા કાલ હું ભૂતો કાઢું છું, ને રોગ મટાડું છું, ને ત્રીજે [દહાડે] હું સંપૂર્ણ કરાઈશ.
33 તોપણ આજ તથા કાલે તથા પરણ દહાડે મારે ચાલવું જોઈએ, કેમકે કોઈ ભવિષ્યવાદી યરુશાલેમની બહાર નાશ પામે એવું થઇ શકતું નથી.
34 ઓ યરૂશાલેમ, યરૂશાલેમ, ભવિષ્યવાદીઓને મારી નાખનાર તથા તારી પાસે મોકલેલાઓને પત્થર મારનાર, જેમ મરઘી પોતાનાં બચ્ચાં પાંખો તળે એકઠાં કરે છે, તેં મેં કેટલીવાર તારાં છોકરાને એકઠાં કરવાનું ચાહ્યું, પણ તમે ચાહ્યું નહિ!
35 જુઓ, તમારૂં ઘર તમારે સારૂ [ઉજળ કરી] મુકાયું છે, ને હું તમને કહું છું કે, તમે કહેશો કે પ્રભુને નામે જે આવે છે તેને ધન્ય છે, ત્યાં સુધી તમે મને જોશો નહિ.