1 લોકને પોતાની બધી વાતો કહી સંભળાવ્યા પછી તે કાપરનાહુમમાં આવ્યો.

2 આને એક સુબેદારનો ચાકર જે તેને વહાલો હતો તે માંડો થઈને મરવાની અણી પર હતો.

3 અને ઇસુ સંબંધી તેણે સાંભળ્યું ત્યારે યહુદીઓના વડીલોને તેની પાસે મોકલીને તેને વિનંતી કીધી કે, તું આવીને મારા ચાકરને બચાવ.

4 અને તેઓએ ઇસુની પાસે આવીને તેને આગ્રહથી વિનંતી કરતા કહ્યું કે, તેને સારૂ તું આવું કરે તેને તે યોગ્ય છે;

5 કેમકે કે તે આપણા લોક પર પ્રેમ રાખે છે, ને તેને પોતે આપણે સારૂ આપણું સભાસ્થાન બંધાવ્યું છે.

6 અને ઇસુ તેઓની સાથે ગયો. અને તે હવે ઘરથી વેળગો ન હતો એટલામાં સુબેદારે તેની પાસે મત્રો મોકલીને કહેવડાવ્યું કે, પ્રભુ, તું તસ્દી ન લે, કેમકે તું મારા છાપરા તળે આવે. એવો હું યોગ્ય નથી;

7 એ કારણથી મેં પણ તારી પાસે આવવા પોતાને યોગ્ય ગણ્યો નહિ; પણ તું શબ્દ બોલ, એટલે મારો ચાકર સાજો થશે.

8 કેમકે હું પણ તાબેદાર માણસ ઠરેલો છું; ને મારે પોતાને તાબે સિપાઈઓ છે; ને હું એકને કહું છું કે, જા, ને તે જાય છે; ને બીઈજાને કહું છું કે, આવ, ને તે આવે છે; ને મારા ચાકરને કહું છું કે આ કર, ને તે કરે છે.

9 અને એ વાત સાંભળીને ઇસુ તેનાથી અચરત થયો, ને ફરીને પોતાની પાછળ આવેલા લોકને તેણે કહ્યું કે, હું તમને કહું છું કે, એટલો બધો વિશ્વાસ ઇસ્રાએલમાં પણ મારા જોવામાં આવ્યો નથી.

10 અને જેઓને મોકલ્યા હતા તેઓ પાછા ઘેર આવ્યા ત્યારે તેઓએ માંદા ચાકરને સાજો થએલો જોયો.

11 અને એમ થયું કે, થોડી મુદત પછી નાઈન નામના શહેરમાં તે ગયો, ને તેના શિષ્યો તથા ઘણા લોક પણ તેની સંઘાતે ગયા.

12 હવે શ્શેરની ભાગળ પાસે તે આવ્યો ત્યારે, જુઓ, એક મુએલા માણસને બહાર લઇ જતા હતા; ને તેની માનો એકનોએક દીકરો હતો, ને તે વિધવા હતી; ને શહેરના ઘણા લોક તેણીની સાથે હતા.

13 અને તેને જોઇને પ્રભુને તેના પર કરુણા આવી, ને તેણે તેને કહ્યું કે, રડ મા.

14 અને તે પાસે આવીને ઠાઠડીને અડકયો; ને ખાંધિયા ઉભા રહ્યા. અને તેને કહ્યું કે, જુવાન, હું તને કહું છું કે, ઉઠ.

15 અને જે મુએલો હતો તે બેઠો થયો, ને બોલવા લાગ્યો. અને તેણે તેને તેની માને સોંપ્યો.

16 અને સઘળાને ભય લાગ્યો, ને તેઓએ દેવની સ્તુતિ કરીને કહ્યું કે, એક મોટો ભવિષ્યવાદીઆપણામાં ઉભો થયો છે, ને દેવે પોતાના લોક પર નજર કીધી છે.

17 અને તેના સંબંધીની આ વાત આખા યહુદાહમાં તથા આસપાસના સઘળા પ્રદેશમાં ફેલાઈ ગઈ.

18 અને યોહાનના શિષ્યોએ એ સર્વ વાતો વિષે તેને કહ્યું.

19 અને યોહાને પોતાના શિષ્યોમાંના બેને પોતાની પાસે બોલાવીને તેઓને પ્રભુની પાસે મોકલીને પુછાવ્યું કે, જે આવનાર છે તે શું તું છે, કે અમે બીજાની વાટ જોઈએ?

20 ને તે માણસોએ તેની પાસે અવ્વીને કહ્યું કે, બાપ્તિસમા કરનાર યોહાને તારી પાસે અમને એવું પુછવા મોકલ્યા છે કે, જે આવનાર છે તે શું તું છે, કે અમે બીજાની વાટ જોઈએ?

21 ને તેજ વેળાએ [ નાના પ્રકારના] રોગથી તથા પીડાથી તથા ભુંડા આત્માઓથી તેણે ઘણાઓને સજા કીધા, ને ઘણા આંધળાઓને તેને દેખતા કીધા.

22 અને તેણે તેઓને ઉત્તર આપતાં કહ્યું કે, જે જે તમે જોયું તથા સાંભળ્યું તે જઈને યોહાનને કહીં સંભળાવો; એટલે આંધળા દેખાતા થાય છે, લુલા ચાલતા થાય છે, કોઢિયા શુદ્ધ કરાય છે, અને બહેરા સાંભળતા થાય છે, મુએલાને ઉઠાડવામાં આવે છે, દરિદ્રીઓને સુવાર્તા પ્રગટ કરાય છે,

23 અને જે મારા સંબંધી ઠોકર નહિ ખાશે, તેને ધન્ય છે.

24 અને યોહાનના કસદો ગયા પછી તે લોકને યોહાન સંબંધી કહેવા લાગ્યો કે, રાનમાં તમે શું જોવા ગયા હતા? શું પવનથી હાલતા બરુને?

25 પણ તમે શું જોવા ગયા હતા? શું ઝીણાં લૂગડાં પહેરેલા માણસને? જુઓ, જે ભભકાદાર લૂગડાં પહેરે છે તથા એશઆરામ ભોગવે છે, તેઓ રાજદરબારમાં હોય છે.

26 પણ તમે શું જોવા ગયા હતા? શું ભવિષ્યવાદીને? હું તમને કહું છું કે, હા, ભવિષ્યવાદી કરતાં જે ઘણો વિશેષ, તેને.

27 જેના સંબંધી લખ્યું છે કે, જુઓ, હું મારા દૂતને તારા મ્હો આગળ મોકલું છું, કે જે તારી આગળ તારો માર્ગ સિદ્ધ કરશે, તે એજ છે.

28 હું તમને કહું છું કે, બાયડીઓથી જેઓ જન્મ્યા છે, તેઓમાં યોહાન કરતો કોઈ મોટો નથી, તોપણ દેવના રાજ્યમાં જે માત્ર નાનો છે, તે તેના કરતાં મોટો છે.

29 એ સાંભળીને સર્વ લોક તથા દાણીઓ જેઓ જેઓ યોહાનના બાપ્તિસ્માથી બાપ્તિસ્મા પામેલા હતા, તેઓએ દેવને યથાર્થ માન્યો.

30 પણ ફરોશીઓ તથા પંડિતો તેનાથી બાપ્તિસ્મા પામ્યા ન હતા માટે તેઓએ પોતા સંબંધી દેવનો ઈરાદો નકાર્યો.

31 માટે આ પેઢીના માણસોને હું શાની ઉપમા આપું? ને તેઓ કોના જેવા છે?

32 તેઓ છોકરા જેવા છે કે જેઓ ચૌટામાં બેસીને એક બીજાને ઢાંક મારીને કહે છે કે, અમે તમારી આગળ વાંસળી વગાડી, પણ તમે નાચ્યાં નહિ; અમે વિલાપ કીધો, પણ તમે રડ્યાં નહિ.

33 કેમકે યોહાન બાપ્તિસ્મા કરનાર રોટલી ખાતો કે દ્રાક્ષરસ પીતો આવ્યો નથી, ને તમે કહો છો કે તેને ભૂત વળગ્યું છે.

34 માણસનો દીકરો ખાતો પીતો આવ્યો છે, ને તમે કહો છો કે, જુઓ, ખાવરો ને દારૂબાજ માણસ, દાણીઓનો તથા પાપીઓનો મિત્ર!

35 પણ જ્ઞાન પોતાનાં સઘળાં છોકરાંથી યથાર્થ ઠરે છે.

36 અને ફરોશીઓમાંના એકે પોતાની સાથે જમવા સારૂ તેને વિનંતી કીધી. અને ફરોશીના ઘરમાં જઈને તે જમવા બેઠો.

37 અને, જુઓ, એ શહેરમાં એક પાપી બાયડી હતી; તેણીએ જયારે જાણ્યું કે ફરોશીને ઘેર તે જમવા બેઠો છે, ત્યારે અત્તરની સંગેમરમરની ડબ્બી લાવીને,

38 તેના પગ પાસે રડતી રડતી પછવાડે ઉભી રહી, ને પોતાનાં આસુંએ તેના પગ પલાળવા તથા પોતાના માથાના ચોટલાએ લુછવા લાગી, ને તેના પગને ચુમ્યા, ને અત્તર ચોળ્યું.

39 હવે તે જોઇને જે ફરોશીએ તેને નહોતર્યો હતો તે મનમાં એમ કહેવા લાગ્યો કે, જો આ માણસ ભવિષ્યવાદી હોત, તો આ બાયડી કે તને અડકે છે, તે કોણ ને કેવી છે, તે જાણત, એટલે કે એ પાપી છે.

40 અને ઇસુએ તેને ઉત્તર આપતા કહ્યું કે, સીમોન, મારે તને કંઈ કહેવું છે.અને તેણે કહ્યું કે, ઉપદેશક, કહે.

41 એક લેણદારને બે દેવાદાર હતા; એકને પાંચસે દીનારનું દેવું, ને બીજાને પચાસનું હતું.

42 જયારે તેઓની પાસે કંઈ વાળી આપવાનું ન હતું, ત્યારે તેણે બેહુને માફ કીધું. તો તેઓમાંનો કોણ તેના પર વિશેષ પ્રેમ રાખશે?

43 સીમોને ઉત્તર આપતા કહ્યું કે, મને લાગે છે કે જેને તેણે વિશેષ માફ કીધું તે. અને તેણે કહ્યું, તેં વાજબી નિર્ણય કર્યો.

44 અને તેણે પેલી બાયડી તરફ મ્હો ફેરવીને સીમોનને કહ્યું કે, આ બાયડી તું જુએ છે? હું તારે ઘેર આવ્યો ત્યારે મારા પગને સારૂ તેં મને કંઈ પાણી આપ્યું નહિ; પણ એણીએ મારા પગ આંસુએ પલાળીને તેમને પોતાના માથાના ચોટલાએ લૂછ્યા છે.

45 તેં મને ચુંબન કીધું નહિ; પણ હું માંહે આવ્યું તે વેળાથી એ મારા પગ ચુમ્યાજ કરે છે.

46 તે મારે માથે તેલ ચોળ્યું નહિ; પણ એણીએ મારા પગે અત્તર ચોળ્યું છે.

47 એ માટે હું તને કહું છું કે, એનાં પાપ જે ઘણાં છે તેઓની માફી થઇ છે; કેમકે એણીએ ઘણો પ્રેમ રાખ્યો; પણ જેને થોડું માફ થયું છે તે થોડો પ્રેમ રાખે છે.

48 અને તેને એણીને કહ્યું કે, તારાં પાપ માફ થયાં છે.

49 અને તેની સાથે જેઓ ખાવા બેઠા હતા, તેઓ પોતાના મનમાં કહેવા લાગ્યા કે, એ કોણ છે જે પાપને પણ માફ કરે છે?

50 ને તેણે તે બાયડીને કહ્યું કે, તારા વિશ્વાસે તને બચાવી છે; શાંતિએ જા.