1 અને મંદિરમાંથી તે નીકળતો હતો ત્યારે તેનો એક શિષ્ય તેને કહે છે કે, ઉપદેશક, જો, કેવા પત્થર તથા કેવાં બાંધકામો!
2 અને ઇસુએ તેણે કહ્યું કે, શું તું એ મોટાં બાંધકામો જુએ છે? પાડી નહિ નંખાય એવો એક પણ પત્થર બીજા પર અહીં રહેવા દેવાશે નહિ.
3 અને જૈતુનના પહાડ પર, મંદિરની સામે તે બેઠો હતો એટલે પીતરે તથા યાકુબે તથા યોહાને તથા આંદ્રયાએ તેને એકાંતમાં પુછ્યું,
4 અમે કહે, એ ક્યારે થશે? ને જયારે તે બધાં પુરા થવાનાં હશે, ત્યારે શું ચિન્હ થશે?
5 ને ઇસુ તેઓને કહેવા લાગ્યા કે, કોઇ તમને ભુલાવામાં ન નાખે, માટે સાવધાન રહો.
6 ઘણા મારે નામે આવીનને કહેશે કે, તે હું છું; ને ઘણાઓને ભુલાવામાં નાખશે.
7 પણ જયારે લડાઈઓ વિષે તથા લડાઈની અફવા સાંભળશો, ત્યારે ગભરાશો માં; એમ થવુંજ જોઈએ; પણ તેટલેથી અંત નહિ આવે.
8 કેમકે પ્રજા પ્રજા વિરુદ્ધ તથા રાજ્ય રાજ્ય વિરુદ્ધ ઉઠશે; ઠામોઠામ ધરતીકંપારા થશે, ને દુકાળો પડશે; મહા દુઃખોના આ તો આરંભ છે.
9 પણ પોતા વિષે સાવધાન રહો; કેમકે તેઓ તમને ન્યાયસભાઓનેસોંપશે; ને સભાસ્થાનોમાં તમે કોરડાના માર ખાશો; ને તમે મારે લીધે હાકેમો તથા રાજાઓ આગળ, તેઓને માટે શાહેદી થવા સારૂ, ઉભો થશો.
10 અને પહેલાં સર્વ દેશોમાં સુવાર્ત્તા પ્રગટ થવી જોઈએ.
11 અને જયારે તેઓ તમને લઇ જઈને પરસ્વાધીન કરશે, ત્યારે શું બોલીશું તે વિષે અગાઉથી ચિંતા ન કરો; પણ તે વેળા તમે જે આપવામાં આવશે તે બોલો; કેમકે બોલનાર તે તમે નહિ, પણ પવિત્ર આત્મા છે.
12 અને ભાઇ ભાઇને તથા બાપ છોકરાને મરણદંડને સારૂ પરસ્વાધીન કરશે; ને છોકરાં માબાપની સામે ઉઠશે, ને તેઓને મારી નંખાવશે.
13 અને મારા નામને લીધે સહુ તમારો દ્વેષ કરશે; પણ જે અંત સુધી ટકશે તેજ તારણ પામશે.
14 પણ જયરે તમે ઉજડના અમંગળપણા[ની નિશાની] જ્યાં ઘટાર્થ નહિ ત્યાં ઉભી રહેતી જોશો, ( જે વાંચે છે તેણે સમજવું), ત્યારે જેઓ યહુદાહમાં હોય તેઓ પહાડોમાં નાસી જાય.
15 અને ધાબા પર જે હોય તે ઉતરીને ઘરમાંથી કંઇ લેવા સારૂ માંહે ન પેસે;
16 ને જે ખેતરમાં હોય તે પોતાનું લુગડું લઇ જવાને પાછો ન ફરે.
17 અને તે દહાડાઓમાં જેઓ ગર્ભવતી હોય તથા જેઓ ધવાડતી હોય તેઓને અફસોસ છે!
18 અને [તમારું નાસવું] શિયાળામાં ન થાય, માટે પ્રાર્થના કરો;
19 કેમકે તે દહાડાઓમાં જેવી વિપત્તિ થશે, તેવી દેવે સૃજેલી સૃષ્ટિના આરંભથી તે હજી સુધી થઇ નથી ને થશે પણ નહિ.
20 અને જો પ્રભુએ તે દહાડાઓને ઓછા કીધા ન હોત, તો કોઇ માણસ ન બચત; પણ જે પસંદ કીધેલાઓને તેણે પસંદ કીધા તેઓને લીધે તેણે આ દહાડાઓને ઓછા કર્યા છે.
21 અને તે વેળાએ જો કોઇ તમે કહે કે, જુઓ, અહીં ખ્રીસ્ત છે, કે, જુઓ, તે ત્યાં છે,, તો માનતા ના.
22 કેમકે જુઠા ખ્રીસ્તો તથા જુઠા ભવિષ્યવાદીઓ ઉઠશે; ને ચમત્કારો તથા અદભૂત કામો દેખાડશે, એ માટે કે, જો બની શકે તો, તેઓ પસંદ કીધેલાઓને ભુલાવામાં નાખે.
23 પણ તમે સાવધાન રહો; જુઓ, મેં તમને સઘળું અગાઉથી કહ્યું છે.
24 પણ તે દહાડાઓમાં, એ વિપત્તિ પછી, સુરજ અંધકારરૂપ થઇ જશે, ને ચંદ્ર પોતાનું અજવાળું નહિ આપશે,
25 ને આકાશના તારાઓ ખરવા લાગશે; ને આકાશમાંનો પરાક્રમ હલાવાશે.
26 ત્યારે તેઓ માણસના દીકરાને બહુ પરાક્રમ તથા મહિમાસહિત વાદળામાં આવતો જોશે.
27 અને ત્યારે તે પોતાના દૂતોને મોકલીને પૃથ્વીના છોડથી આકાશના છેડા સુધી, ચારે દિશાથી પોતાના પસંદ કીધેલાઓને એકઠા કરશે.
28 હવે અંજીરી પરથી તેનું દૃષ્ટાંત શિખો; જયારે તેની ડાળી કુમળીજ છે, ને પાંદડાં ફુટી નીકળે છે, ત્યારે તમે જાણો છો કે ઉનાળો પાસે છે.
29 એમજ તમે પણ જયારે તે બધાં થતાં જુઓ, ત્યારે તમને જાણવું કે તે પાસે, બારણા આગળજ છે.
30 હું તમને ખચિત કહું છું કે આ બધાં પુરાં થાય ત્યાં સુધી આ પેઢી ગુજરી નહિ જશે.
31 આકાશ તથા પૃથ્વી જતાં રહેશે, પણ મારી વાતો જતી રહેશે નહિ.
32 પણ તે દહાડા તથા તે ઘડી સંબંધી બાપ વગર કોઇ જાણતો નથી, આકાશમાંના દૂતો નહિ ને દીકરો પણ નહિ.
33 સાવધાન રહો, જાગતા રહીને પ્રાર્થના કરો; કેમકે સમય ક્યારે આવશે તે તમે જાણતા નથી.
34 તે આ પ્રમાણે છે કે જાણે કોઇ પરદેશમાં પ્રવાસ કરનાર માણસે પોતાનું ઘ્હાર છોડીને ને પોતાના ચાકરોને અધિકાર આપીને, એટલે પ્રત્યેકને પોતપોતાનું કામ સોંપીને, દરવાનને પણ જાગતો રહેવાની આજ્ઞા આપી હોય.
35 માટે તમે જાગતા રહો; કેમકે તમે જાણતા નથી કે ઘરનો ઘણી ક્યારે આવશે, સાંજે, કે મધરાતે, કે મરઘો બોલતી વખતે, કે સવારે;
36 રખે તે અચાનક આવીને તમને ઉંઘતા જુઓ.
37 અને જે હું તમને કહું છું તે સર્વને કહું છું કે, જાગતા રહો.