1 અને તે દહાડાઓમાં યોહન બાપ્તિસ્મા કરનાર પ્રગટ થયો, અને યહુદાહના રાનમાં ઉપદેશ કરતાં, એમ કહેતો કે,
2 પસ્તાવો કરો; કેમકે આકાશનું રાજ્ય પાસે આવ્યું છે.
3 કારણ કે જેનાં વિષે યશાયાહ ભવિષ્યવાદીએ કહ્યું હતું કે, રાનમાં પોકારનારની વાણી, એટલે પ્રભુનો માર્ગ તૈયાર કરો, તેના રસ્તા સીધા કરો, તે એજ છે.
4 અને તે યુહાનના લૂગડાં ઉંટનાં રૂઆંનાં હતાં, અને તેની કમરે ચામડાનો પટો હતો, ને તીડો તથા રાની મધ તેનો ખોરાક હતો.
5 ત્યારે યરુશાલેમના તથા યહુદાહના તથા યરદનની આસપાસના સર્વ લોક તેની પાસે બહાર ગયા.
6 અને પોતાના પાપ કબુલ કરીને યરદન નદીમાં તેનાથી બાપ્તિસ્મા પામ્યા.
7 પણ ફરોશીઓમાંના તથા સાદુકીઓમાંના ઘણાને તેની બાપ્તિસ્મા સારૂ આવવા જોઇને તેણે તેઓને કહ્યું કે, ઓ સર્પોના વંશ, આવનાર ક્રોધથી નાસવાને કોણે તમને ચેતાવ્યા?
8 તો પસ્તાવો [કરનારાને] શોભે એવું ફળ ઉપજાવો;
9 અને એમ કહેવાનું તમારા મનમાં ન ધરો કે, ઈબ્રાહીમ અમારો બાપ છે, કેમકે હું તમને કહું છું કે, આ પત્થરોમાંથી દેવ ઇબ્રાહીમને સારૂ છોકરાં ઉપજાવી શકે છે.
10 અને હમણાંજ ઝાડોની જડ પર કુહાડો મૂક્યો છે, માટે દરેક ઝાડ જે સારૂ ફળ નથી આપતું તે કપાય છે, ને અગ્નિમાં નંખાય છે.
11 પસ્તાવાને સારૂ હું પાણીએ તમારું બાપ્તિસ્મા કરું છું ખરો, પણ જે મારી પાછળ આવનાર છે તે મારા કરતાં સમર્થ છે, તું તેના ચંપલ ઉચકવા યોગ્ય નથી; તે પવિત્ર આત્માએ તથા અગ્નિએ તમારું બાપ્તિસ્મા કરશે. .
12 તેનું સુપડું તેના હાથમાં છે, ને તે પોતાની ખળીને પુરેપુરી સાફ કરશે, ને પોતાના ઘઉં ભંડારમાં ભરશે, પણ ભુસું ન હોલવાનાર અગ્નિમાં બાળી નાખશે.
13 ત્યારે ઇસુ યોહાનથી બાપ્તિસ્મા પામવા સારૂ ગાલીલથી યરદન [નદીએ] તેની પાસે આવ્યો.
14 પણ યોહાને તેને વારતાં કહ્યું કે, તારાથી મારે બાપ્તિસ્મા પામવું જોઈએ, ને શું તું મારી પાસે આવે છે?
15 પછી ઇસુએ ઉત્તર આપતાં તેને કહ્યું કે, હમણાં એમ થવા દે, કેમકે સઘળું ન્યાયીપણું એમ પુરું કરવું આપણને ઘટાર્થ છે. ત્યારે તેણે તેને પામવા દીધું.
16 અને ઇસુ બાપ્તિસ્મા પામીને તરત પાણીથી ઉપર આવ્યો; ને જુઓ, તેને સારૂ આકાશ ઉધડાયું, ને દેવના આત્માને કબુતરની પેઠે ઉતરતો, ને પોતા પર આવતો તેણે દીઠો.
17 અને જુઓ આકાશવાણી થઇ કે, આ મારો વહાલો દીકરો છે, એના પર હું પ્રસન્ન છું.