1 પણ આત્મ સાફ કહે છે કે, પાછલા કાળોમાં કેટલાએક માણસો, ભુલાવનાર આત્માઓ પર તથા ભૂતોના ઉપદેશ પર લક્ષ રાખીને,

2 જુઠું બોલનારા તથા જેઓનું અંતઃકરણ ડામેલું એવાઓના ઢોંગથી વિશ્વાસનો ત્યાગ કરશે;

3 ને એઓ પરણવાને મના કરશે, ને જે ખોરાક ઉપકારસ્તુતિ કરીને લેવા સારૂ દેવે વિશ્વાસીઓને તથા સત્ય જાણનારાઓને વાસ્તે ઉત્પન્ન કીધા, તેથી દૂર રહેવાનું કહેશે.

4 કેમકે દેવનું સર્વ ઉત્પન્ન કરેલું સારૂ છે, કંઈ નાખી દેવા સારૂ નથી, જો ઉપકારસ્તુતિની સાથ તે લેવાયા તો,

5 કેમકે દવની વાતથી તથા પ્રાર્થનાથી તે શુદ્ધ કરાય છે.

6 એ વાતો ભાઈઓને જણાવીને, હું ખ્રીસ્ત ઇસુનો સારો સેવક થઈશ, ને જે વિશ્વાસની તથા સારા ઉપદેશની વાતોની પાછળ તું ચાલતો આવ્યો તેઓથી પાળેલા થઈશ.

7 પણ અધર્મી તથા વ્યર્થ કહાણીઓને ટાળ, ને સુભક્તિને સારૂ પોતાની કસરત કર;

8 કેમકે શરીરની કસરત થોડીજ ઉપયોગી છે, પણ સુભક્તિ સઘળાંને સારૂ ઉપયોગી છે, તેને હમણાંના તથા આવતા કાળના પણ જીવનનું વચન છે.

9 આ વાત વિશ્વાસુ તથા સંપૂર્ણ અંગીકાર કરવા યોગ્ય છે.

10 અને આ કારણ માટે આપણે એ સારૂ મહેનત કરીએ છીએ તથા કષ્ટ કરીએ છીએ, કેમકે સર્વ માણસોનો ને વિશેષે કરીને વિશ્વાસીઓનો જે તારનાર છે, તે જીવતા દેવ પર આપણે આશા રાખેલી છે.

11 આ વાતો ફરમાવ તથા શિખવ.

12 કોઇ પણ તારા જુવાનપણાને ધિક્કારે નહિ; પણ વાતમાં, ચાલમાં, પ્રીતિમાં, વિશ્વાસમાં, પવિત્રાઈમાં વિશ્વાસીઓને નમુનો થા.

13 હું આવું ત્યાં સુધી વાંચવામાં, બોધ કરવામાં, શિખવવામાં તત્પર રહે.

14 જે કૃપાદન તારમાં છે, જે ભવિષ્યવાદને આસરે વડીલસભાના હાથો મુકવાથી તને અપાએલું હતું, તે વિષે તમે નિશ્ચિંત ન થાઓ.

15 એ વાતોમાં ખંતીલો થજે, એઓમાં તત્પર રહે, કે તારું પ્રવીણપણું સઘળાને પ્રગટ થાય.

16 પોતા વિષે તથા ઉપદેશ વિષે સાવધાન થા. આ વાતોમાં ટકી રહે, કેમકે આ કીધાથી તું પોતાને તથા તારા સાંભળનારાઓને પણ તારીશ.