1 માટે મારા દીકરા, ખ્રીસ્ત ઇસુમાં જે કૃપા તેમાં તું સમર્થ થા.
2 અને જે વાતો ઘણા શાહેદોની આગળ તે મારી પાસેથી સાંભળી તે, જે વિશ્વાસુ માણસો બીજાઓને પણ શિખવવા યોગ્ય થશે તેઓને સોંપી દે.
3 માટે ખ્રીસ્ત ઇસુના સારા સૈનિકની પેઠે તું મારી સાથે દુઃખ સહે.
4 કોઇ લડનાર સંસારી કામકાજમાં ગુંથાતો નથી, એ માટે કે તે સેનાપતિને સંતુષ્ટ કરે.
5 અને જો કોઇ પણ મલયુદ્ધ કરે, તો નિયમ પ્રમાણે મલયુદ્ધ કીધા વગર તે મુગટ પામતો નથી.
6 મહેનત કરનાર ખેડુતને પહેલાં ફળ મળવા જોઈએ.
7 હું જે કહું છું તેનો વિચાર કર; કેમકે સર્વ વિષે પ્રભુ તને સમજણ આપશે
8 ઇસુ ખ્રીસ્ત જે મારી સુવાર્તા પ્રમાણે મુએલાંમાંથી ઉઠાડ્યો [ને] દાઉદના સંતાનનો છે તેની યાદ રાખ;
9 જે [સુવાર્તા]ને સારૂ હું ભુંડું કરનારની પેઠે બંધન સુધી દુઃખ વેઠું છું; પણ દેવની વાત બંધ થઇ નથી.
10 તે માટે હું પસંદ કરેલાઓને સારૂ સઘળાં સહું છું, કે ખ્રીસ્ત ઇસુમાં જે તારણ તે અનંત મહિમાની સાથે તેઓ પામે.
11 આ વિશ્વાસુ વાત છે-કેમકે જો આપણે તેની સાથે મુઆ, તો તેની સાથે જીવીશું;
12 જો સહીએ તો તેની સાથે રાજ્ય પણ કરીશું; જો તેણે નકારીશું તો તે આપણને પણ નકારશે;
13 જો આપણે અવિશ્વાસી હોઈએ તોપણ તે વિશ્વાસુ રહે છે; તે પોતાને નકારી શકતો નથી.
14 તું આ વાતો તેઓને યાદ કરાવતાં પ્રભુ આગળ [તેઓને] એવો હુકમ કર કે, શબ્દવાદ જે કશામાં ગુણકારી નથી, પણ સાંભળનારાના બગાડને મટે છે, તે કોઈ ન કરે.
15 લજ્જાના કારણરહિત કામ કરનાર, સત્યની વાત બરાબર વહેંચનાર, દેવ આગળ પસંદ થએલો, એવો થવાને મહેનત કર.
16 પણ અધર્મી તથા અમથી વાતોથી અલગ રહે, કેમકે તેઓ અભક્તિમાં ઘણા વધતો જશે,
17 અને તેઓની વાત ધારાની પેઠે ખવાતી જશે, તેઓમાંના હુમનાયસ તથા ફીલેતસ છે,
18 પુનરુત્થાન થઇ ગયું છે એમ કહેતાં તેઓએ સત્ય વિષે ભૂલ ખાધી, ને કેટલાએકનો વિશ્વાસ તેઓ ઉલટાવી નાખે છે.
19 પણ દેવે કીધેલો પાયો સ્થિર રહે છે, તેણે આ મહોર છે કે, પ્રભુ પોતાના જે છે તેઓને જાણે છે, ને આ કે, જે કોઇ ખ્રીસ્તનું નામ લે છે તેણે ભુંડાઈથી દૂર થવું.
20 પણ મોટા ઘરમાં કેવળ સોના તથા રૂપાનાં નહિ, પણ લાકડાંના તથા માટીનાં પાત્રો પણ હોય છે, ને કોઈ માનને સારૂ ને કોઇ અપમાનને સારૂ હોય છે.
21 એ માટે જો કોઇ તેઓથી પોતાને શુદ્ધ કરે, તો માનને સારું પવિત્ર કરેલું, સ્વામીને ઉપયોગી તથા સર્વ સારાં કામને સારૂ સિદ્ધ કરેલું પાત્ર તે થશે.
22 વળી જુવાનીના વિષયોથી નાસ, પણ પ્રભુનું નામ શુદ્ધ હૃદયથી લેનારાઓની સાથે ન્યાયીપણું, વિશ્વાસ, પ્રેમમ શાંતિની પાછળ લાગ.
23 મૂર્ખ તથા અજ્ઞાન વાદોને તજ; એ જાણીને કે તેઓ વઢવાડ ઉપજાવે છે.
24 પણ પ્રભુના દાસે વઢવાડ કરવી નહિ, પણ સઘળાની સાથે નમ્ર, શિખવી શકે એવો, સહનશીલ,
25 અટકાવનારાઓને નમ્રતાથી સમજાવનાર થવો જોઈએ, કે કદાચ સત્ય જાણવા સારૂ દેવ તેઓને પસ્તાવો [કરવાનું મન] આપે;
26 ને શેતાનથી જેઓ પકડાયા છે તેઓ સાવધ થઈને તેના ફાંદામાંથી દેવની ઈચ્છા પ્રમાણે છુટે.