1 પણ અનાન્યા નામે એક માણસે તથા તેની વહુ સાફીરાએ મિલ્કત વેચી,

2 અને તેની વહુના પણ જાણતાં તેણે તેના મૂલ્યમાંથી કંઈ પાછું રાખ્યું; ને તેને કેટલોક ભાગ લાવીને પ્રેરિતોના પગ આગળ મુક્યો.

3 પણ પીતરે કહ્યું કે, ઓ અનાન્યા, પવિત્ર આત્માને જુઠું કહેવાનું, તથા ભોંયના મૂલ્યમાંથી કંઈ પાછું રાખવાનું સેતાને તારા મનમાં કેમ ભર્યું છે?

4 તે [ભોંય] તારી પાસે હતી ત્યારે શું તારી ન હતી? ને વેચ્યા પછી શું [તેનું મૂલ્ય] તારે સ્વાધીન ન હતું? આ વિચાર તે પોતાના મનમાં કેમ આવવા દીધો? તે માણસોને નહિ પણ દેવને જુઠું કહ્યું છે.

5 અને એ વાતો સાંભળતા અનાન્યાએ પાડીને પ્રાણ મુક્યો, ને જેઓએ એ વાત સાંભળી તે સર્વને ઘણું ભય લાગ્યું.

6 અને જુવાનોએ ઉઠીને તેને [કફને] વીંટાળ્યો, ને બહાર લઇ જઈને દાટ્યો.

7 ને ત્રણ કલાક પછી તેની બાયડી જે થયું હતું તે જાણ્યા વિના, માંહે આવી.

8 ત્યારે પીતરે તેને કહ્યું કે, મને કહે, તમે શું એટલી કિમ્મતે તે ભોંય વેચી? તેણીએ તેને કહ્યું કે, હા, એટલીજ કિંમ્મતે.

9 ત્યારે પીતરે તેને કહ્યું કે, પ્રભુના આત્માનુંપરીક્ષણ કરવાને તને બન્નેએ કેમ સંપ કર્યો છે? જુઓ તારા વર્ણ દાટનારાઓના પગલાં બારણે આવી પહોંચ્યાં છે, ને તેઓ તને પણ લઇ જશે.

10 ત્યારે તત્કાળ તેણીએ તેના પગ પાસે પાડીને પ્રાણ મુક્યો; પછી તે જુવાનોએ માંહે આવીને તેને મુએલી દીઠી, ને બહાર લઇ જઈને તેના વરના પડખે તેને દાટી.

11 અને આખી મંડળીને તથા જે લોકોએ એ વાત સાંભળી તે સઘળાને ઘણું ભય લાગ્યું.

12 અને પ્રેરિતોની હસ્તક લોકોમાં ચમત્કારો તથા અદભૂત કામો ઘણાં થયાં. (ને તેઓ સર્વ એક ચિત્તે સુલેમાનની પરસાળમાં [મળેલા] હતા;

13 પણ બીજઓમાંથી કોઈને તેઓની સાથે મળી જવાની હિમ્મત ન હતી; તોએ લોકોએ તેઓને માન આપ્યું;

14 અબ પ્રભુ પર વિશ્વાસ કરનારા, સંખ્યાબંધ પુરુષો તથા સ્ત્રીઓ અધિકાધિક ઉમેર્યા);

15 એટલે સુધી કે તેઓએ માંદાઓને માર્ગમાં આણીને પથારીઓ તથા ખાટલાઓ પર સુવાડ્યા, એ સારી કે પીતરનાં આવતા તેનો પડછાયો પણ તેઓમાંના કોઈ પર પડે.

16 અને યરૂશાલેમની આસપાસનાં શહેરમાંના ઘણા લોક માંદાઓને તથા અશુદ્ધ આત્માઓથી પીડાતાઓને લઈને ત્યાં ભેગા થયા; ને તેઓ બધાને સાજા કરવાના આવ્યા.

17 પણ પ્રમુખ્ય યાજક તથા તેના સઘળાં સાથીઓ (જે સાદુકી પંથના હતા), તેઓ ઈર્ષ્યાએ ભરીને ઉઠ્યા,

18 ને પ્રેરિતો ઉપર હાથ નાખીને તેઓને બંદીખાનામાં ઘાલ્યા.

19 પણ રાત્રે પ્રભુના દૂતે બંદીખાનાના બારણાં ઉઘાડ્યા, ને તેઓને બહાર લાવીને કહ્યું કે,

20 તમે જાઓ, ને મંદિરમાં ઉભા રહીને એ જીવન વિષેની સઘળી વાતો લોકોને કહો.

21 અને એ સાંભળીને તેઓએ પ્રભાતે મંદિરમાં જઈને બોધ કીધો, પણ પ્રમુખ્ય યાજક તથા તેના સાથીઓએ આવીને સભાને તથા ઇસ્રાએલી લોકોના વડીલોને એકઠા બોલાવ્યા, પછી તેઓને લાવવાને બંદીખાનામાં [માણસ] મોકલ્યા.

22 પણ ભાલદારો ત્યાં ગયા ત્યારે તેમણે તેઓ બંદીખાનામાં મળ્યાં નહિ; ત્યારે પાછા આવીને તેઓ ખબર આપી કે,

23 અમે બંદીખાનાને સારી પેઠે બંધ કરેલું, તથા ચોકીદારોને બારણાં આગળ ઉભા રહેલા દીઠાં; પણ અમે ઉઘાડ્યું ત્યારે માંહે અમને કોઈ માલમ પડ્યો નહિ.

24 હવે જયારે મંદિરમાં સરદારે તથા મુખ્ય યાજકોએ આ વાતો સાંભળી ત્યારે એ સંબંધી તેઓ બહુ સંદેહમાં પડયા કે, એનું પરિણામ શું થશે?

25 એટલામાં એક જણે આવીને તેઓને ખબર આપી કે, જુઓ, જે માણસોને તમે બંદીખાનામાં ઘાલ્યા હતા, તેઓ મંદિરમાં ઉભા રહીને લોકોને બોધ કરે છે.

26 ત્યારે સરદાર ભાલદારો અઠે જઈને બલાત્કાર કર્યા વિના તેઓને લઇ આવ્યા; કેમકે તેઓ લોકોથી બીધા, કે રખેને તેઓ અમને પત્થર મારે.

27 અને તેઓએ તેઓને લાવીન સભા આગળ ઉભા રાખ્યા, ને પ્રમુખ્ય યજાકે તેઓને પૂછતાં કહ્યું કે,

28 અને તમને સખત મના કીધી હતી કે તમારે બોધ કરતા એ નામ લેવું નહિ; પણ જુઓ, તમે તમારા બોધથી યરૂશાલેમને ગજવી મુક્યું છે, ને તે માણસનું લોહી [પાડવાનો દોષ] અમારા પર નાખવા ઈચ્છો છો.

29 પણ પીતર તથા પ્રેરિતોએ ઉત્તર દેતા કહ્યું કે, માણસોના કરતા દેવનું અમારે વધારે માનવું જોઈએ.

30 જે ઈસુને તમે લાકડા પર ટાંગીને મારી નાખ્યો, તને આપણા પૂર્વજોના દેવે ઉઠાડ્યો છે.

31 તેને દેવ પોતાને જમણે હાથે રાજા તથા તારનાર થવાને ઉંચો કીધો છે, કે તે ઇસ્રાએલને પશ્ચાતાપ [કરવાનું મન] તથા પાપની માફી આપે.

32 અને અમે એ વાતો વિષે સાક્ષી છીએ, ને જે પવિત્ર આત્મા દેવે પોતાની આજ્ઞા માનનારાઓને આપ્યો છે તે પણ સાક્ષી છે.

33 અને તે સાંભળીને તેઓના મન વીંધાઈ ગયા, ને તેઓએ તેઓને મારી નાખવાનું મનસુબો કીધો.

34 પણ ગમાલીએલ નામનો એક ફરોશી ન્યાયશાસ્ત્રી, જેને સઘળા લોકો માન આપતા હતા, તેણે સભામાં ઉઠીને હુકુમ કીધો કે એ માણસોને થોડી વાર લગી બહાર કાઢો.

35 પછી તેણે તેઓને કહ્યું કે, ઓ ઇસ્રાએલી માણસો, આ માણસોને તમે જે કરવાના છો તે વિષે સાવચેત રહો.

36 કેમકે આ દિવસો અગાઉ થયુદાએ ઉઠીને કહ્યું કે, હું મોટો માણસ છું; તેની તેની સાથે આસરે ચારસે માણસ મળી ગયા હતા; તે માર્યો ગયો, ને જેટલાઓએ તેને માન્યું તેઓ સર્વ વિખેરાઈ જઈને નાશ પામ્યા.

37 એના પછી વસ્તીપત્રક કરવાના વખતમાં ગાલીલના યહુદાએ ઉઠીને બહુ લોકોને પોતાને પછવાડે ખેંચ્યા, ત પણ નાશ પામ્યો, ને જેટલા કોઈ તેનું માન્યું તેઓ સઘળા વિખેરાઈ ગયા.

38 અને હવે હું તમને કહું છું કે, આ માણસોથી તમે આઘા રહો, ને તેઓને રહેવા દો; કેમકે જો એ મત અથવા એ કામ માણસોથી હશે to તે ઉથલી પડશે;

39 પણ જો દેવથી હશે તો તમારીથી તેઓ ઉથલાવી નખાશે નહિ; નહિ to કદાપિ તમે દેવની સામા પણ લડનારા માલમ પડશે.

40 અને તેઓએ તેનું માન્યું; અને તેઓએ પ્રેરિતોને પોતાની પાસે બોલાવીને માર માર્યો; ને વાત કરતા ઈસુનું નામ લેવું નહિ, એવી આજ્ઞા કરીને તેઓને છોડી દીધો.

41 ત્યારે તેઓ તે નામને બદલે અપમાન પામવા જોગ ગણાયા તેથી હરખાતા હરખાતા તેઓ સભાની આગળ થી ચાલ્યા ગયા.

42 અને નિત્ય મંદિરમાં તથા ઘેર ઇસુ તેજ ખ્રિસ્ત છે તે વિષે શીખવવાનું તથા પ્રગટ કરવાનું તેઓએ મુક્યું નહિ.