1 અને તે દિવસોમાં શિષ્યોની સંખ્યા વધતી જતી હતી, ત્યારે હેબ્રીઓની સામે હેલેની યહુદીઓએ કચકચ કીધી, કેમકે નિત્યની વહેચણીમાં તેઓની વિધવાઓને પડતી મુકવામાં આવતી હતી.

2 ત્યારે બાર [પ્રેરીતોએ] બધા શિષ્યોને પોતાની પાસે બોલાવીને કહ્યું કે, અમે દેવની વાત મુકીને ભાણા પિરસવાની સેવા કરીએ, એ શોભતું નથી.

3 માટે, ભાઈઓ, તમે પોતામાંથી [પવિત્ર] આત્માએ તથા જ્ઞાને ભરપૂર એવા સાત સુકીર્તિમાન માણસને શોધી કાઢો, કે જેઓને અમે એ કામ પર ઠરાવીએ.

4 પણ અમે તો પ્રાર્થનામાં તથા [દેવની] વાતની સેવામાં લાગુ રહીશું.

5 અને એ વાત આખા સમુદાયને સારૂ લાગી; ને સ્તેફન નામે વિશ્વાસે તથા પવિત્ર આત્માએ ભરપુર એવા એક માણસને, તથા ફીલીપને, તથા પ્રોખરસને, તથા નિકાનોરને, તથા તીમોનને, તથા પાર્મેનાસને, તથા અંત્યોખના થએલા યહુદી નિકોલાસને, તેઓએ પસંદ કર્યા.

6 અને તેઓએ તેમને પ્રેરિતોની આગળ ઉભા કર્યા, અને એઓએ પ્રાર્થના કરીને તેમના પર હાથ મુક્યા.

7 અને દેવની વાત ફેલાઈ ગઈ, ને યરુશાલેમમાં શિષ્યોની સંખ્યા ઘણી વધી ગઈ; અને યાજકોનો મોટો જથો વિશ્વાસને આધીન થયો.

8 અને સ્તેફને કૃપાથી તથા સામર્થ્યથી ભરપૂર હોઈને મોટો અદ્ભુત કામો તથા ચમત્કારો લોકોમાં કર્યાં.

9 પણ લીબેરતીની કહેવાએલી સભામાંના, તથા કુરેનીના, તથા આલેક્સાંદ્રિયાના, તથા કિલકીમાંના તથા આશીઆમાંના કેટલાએક ઉભા થઈને સ્તેફન સાથે વાદવિવાદ કરવા લાગ્યા.

10 પણ તે એવા જ્ઞાનથી તથા આત્માની પ્રેરણાથી બોલતો હતો કે તેઓ તેની સામા ટકી શક્યા નહિ.

11 ત્યારે તેઓએ કેટલાએક માણસોને સમજાવ્યા, ને તેઓએ કહ્યું કે, અમે તેને મુસા તથા દેવને ઉલટું દુર્ભાષણ કરતો સાંભળ્યો છે.

12 અને તેઓ લોકોને તથા વડીલોને તથા શાસ્ત્રીઓને ઉશ્કેરીને તેના પર તુટી પડ્યા, અને તેને પકડીને સભામાં લાવ્યા.

13 અને તેઓએ જુઠા સાક્ષીઓ ઉભા કીધા જેઓએ કહ્યું કે, એ માણસ આ પવિત્ર જગ્યા તથા નિયમશાસ્ત્રને ઉલટું દુર્ભાષણ કર્યા વિના રહેતો નથી;

14 કેમકે અમે તેને એમ કહેતો સાંભળ્યો છે કે, એ ઇસુ નાઝારી આ જગ્યાને નાશ કરશે, જે રીતીઓ મુસાએ આપણે સોંપી છે તેઓને એ બદલશે.

15 અને જેઓ સભામાં બેઠા હતા તે સઘળાએ તેની તરફ એકી નજરે જોઈ રહેતાં તેનું મ્હો દૂતના મ્હો જેવું જોયું.