1 ત્યારે પ્રમુખ્ય યાજકે કહ્યું કે, એ વાતો શું એમ છે?

2 ને તેણે કહ્યું કે, ભાઈઓ તથા વડીલો, સાંભળો. આપણો પૂર્વજ ઈબ્રાહીમ ખારાનમાં રહ્યા અગાઉ મેસોપોટામ્યામાં હતો, ત્યારે મહિમાવાન દેવે તેને દર્શન દીધું;

3 ને તેને કહ્યું કે, તું તારા દેશમાંથી, તથા તારા સગામાંથી નીકળ, ને જે દેશ હું તને દેખાડું તેમાં આવ.

4 ત્યારે ખાલદી દેશમાંથી નીકળીને ખારાનમાં તે વસ્યો, ને ત્યાંથી તેના બાપ મરણ પામ્યા પછી, અ દેશ જેમાં તમે હમણાં રહો છો, તેના [દેવે] તેને લાવીને વસાવ્યો.

5 અને તેણે એમાં તેને કંઈ વતન આપ્યું નહિ; ના, એક પગલું ભર પણ નહિ; અને હજી સુધી તેને સંતાન થયું નહોતું એવામાં તેણે તેને તથા તેના પછી તેના વંશને વતન તરીકે [આ દેશ] આપવાનું વચન આપ્યું.

6 અને દેવે તેને એમ કહ્યું કે, તારો વંશ પરદેશમાં પ્રવાસી થશે, ને [ત્યાંના લોકો] ચારસે વરસ સુધી તેઓને ગુલામગીરીમાં આણીને દુઃખ દેશે.

7 અને દેવે એમ કહ્યું કે, જે લૂના ગુલામ તેઓ થશે તેમણો ન્યાય હું કરીશ, ને ત્યાર પછી તેઓ નીકળી આવશે, ને આ જગ્યામાં મારી સેવા કરશે.

8 અને તેણે તેને સુનતનો કરાર આપ્યો; ને પછી [ઇબ્રાહીમથી] ઇસ્હાક થયો, ને તેણે આઠમે દિવસે તેની સુનત કીધી; પછી ઇસ્હાકથી યાકૂબ થયો. ને યાકૂબથી બાર પૂર્વજો થયા.

9 પછી પૂર્વજોએ યુસફ પર અદેખાઈ રાખીને તેને મિસરમાં [લઇ જવા સારૂ] વેચ્યો; પણ દેવ તેની સાથે હતો,

10 અને તેના સઘળાં સંકટોમાંથી તેને છોડાવ્યો, ને મિસરના રાજા ફારૂનની આગળ તેને પ્રસન્નતા તથા બુદ્ધિ આપી; ને તેણે તેને મિસર પર તથા પોતાના આખા ઘર પર અધિકારી ઠરાવ્યો.

11 પાછી આખા મિસરમાં તથા કનાનમાં દુકાળ પડ્યો, અને ભારે સંકટ આવ્યું, ને આપણા પૂર્વજોને ખાવાનું મળ્યું નહિ.

12 પણ યાકૂબે સાંભળ્યું કે મિસરમાં અનાજ છે, ત્યારે તેણે આપણા પૂર્વજોને પહેલી વખત ત્યાં મોકલ્યા.

13 પછી બીજી વખતે યુંઅફ પોતાના ભાઈઓની આગળ જાહેર થયો; ને યુસફનું ફળ ફારુનના જાણવામાં આવ્યું.

14 ત્યારે યુસફે સંદેશો મોક્લીનેપોતાના બાપ યાકૂબને તથા પોતાના સઘળા સગાંને, એટલે પોણોસો માણસને પોતાની પાસે તેડાવ્યાં.

15 અને યાકૂબ મિસરમાં ગયો, ને તે તથા આપણો પૂર્વજો [ત્યાં] ગુજરી ગયા.

16 અને તેઓને શખેમમાં લઇ ગયા, ને જે કબર ઇબ્રાહીમે રૂપાનાણું આપીને અમોરમાં દીકરાઓ પાસેથી શખેમમાં વેચાતી લીધી હતી તેમાં દાટ્યા.

17 પણ જે વચન દેવે ઈબ્રાહીમને આપ્યું હતું, તેનો સમય જેમ જેમ પાસે આવ્યો તેમ તેમ તે લોકો મિસરમાં વધતાં ગયા, ને પુષ્કળ થયા.

18 એવામાં મિસરનો એક બીજો રાજા ઉભો થયો, જે યુસફને જાણતો નહોતો.

19 તેણે આપણી કોમની સાથે કપટ કરીને આપણા પૂર્વજોને દુઃખ દીધું, એટલે તેમની પાસે તેમનાં બાળકો નાખી દેવડાવ્યા, એ માટે કે તેઓ જીવે નહિ.

20 તે અરસામાં મુસા જન્મ્યો, ને તે ઘણો સુંદર હતો; ને ત્રણ મહિના સુધી પોતાના બાપના ઘરમાં તેનું પાલન થયું;

21 અને તેને નાખી દીધો ત્યારે ફારુનની દીકરીએ તેને ઉપાડી લીધો, ને પોતાના દીકરા તરીકે તેને પાળ્યો.

22 અને મુસા મિસરીઓની સર્વ વિદ્યા ભણેલો હતો; ને વાત કરવામાં તથા કામમાં પરાક્રમી હતો.

23 પણ તે લગભગ ચાળીસ વરસનો થયો ત્યારે પોતાના ઇસ્રાએલી ભાઈઓને મળવાનું તેના મનમાં આવ્યું.

24 અને તેઓમાંના એક પર અન્યાય થતો જોઇને તેણે તેની સહાય કીધી, ને મિસરીને મારી નાખીને જેના પર જુલમ થતો હતો તેનું વેર વાળ્યું.

25 અને તેણે ધાર્યું કે, મારા ભાઈઓ સમજતા હશે કે દેવ મરી હસ્તક તેઓની છુટકો આપશે; પણ તેઓ સમજ્યા નહિ.

26 અને તેને બીજે દિવસે તેઓમાં ટંટો ચાલતો હતો તેવામાં તે તેઓની પાસે આવ્યો, ને તેમની વચ્ચે સલાહ કરવાની ઈચ્છાથી તેને કહ્યું કે, ભલા માણસો, તમે ભાઈઓ થઈને કેમ એક બીજાનો અન્યાય કરો છો?

27 પણ જે પોતાના પડોસી પર અન્યાય ગુજારતો હતો તેણે તેને ધક્કો મારીને કહ્યું કે, તને અમારા પર અધિકારી તથા ન્યાયાધીશ કોણે ઠરાવ્યો છે?

28 પેલા મિસરીને તે ગઈ કાલે મારી નાખ્યો તેમ મને મારી નાખવા ચાહે છે શું?

29 અને મુસા આ વાત સાંભળીને નાઠો, ને મીદ્યાન દેશમાં પ્રવાસી થયો, ત્યાં તેને બે દીકરા થયા.

30 અને ચાળીસ વરસ પુરા થયા ત્યારે દૂતે સિનાઈ પહાડના રાનમાં ઝાડવા મધ્યે અગ્નિની જવાળામાં તેને દર્શન દીધું.

31 અને મુસા તે દેખાવ્જોઈને અચરત થયો; ને તે જોવા સારૂ પાસે જતો હતો એવામાં પ્રભુની વાણી થઇ કે,

32 હું તારા બાપદાદાઓનો દેવ, એટલે ઇબ્રાહીમનો તથા ઇસ્હાકનો તથા યાકૂબનો દેવ છું. ત્યારે મુસા કંપ્યો, ને જોવાની છાતી ચાલી નહિ.

33 અને પ્રભુએ તેને કહ્યું કે, તું તારા પગમાંથી જોડા કાઢ; ક્મકે જે જગ્યાએ તું ઉભો છે તે પવિત્ર ભૂમિ છે.

34 મિસરમાં જે મારા લોક છે તેઓનું દુઃખ મેં નિશ્ચય જોયું છે, ને તેઓના નિસાસા મેં સાંભળ્યા છે, ને તેઓને છોડાવવા હું ઉતાર્યો છું; ને હવે ચાલ, હું તને મિસરમાં મોકલીશ.

35 જે મુસાનો તેઓએ નકાર કરીને કહ્યું કે, અને કોણ અધિકારી તથા ન્યાયાધીશ ઠરાવ્યા, તેને દેવે અધિકારી તથા ઉદ્ધાર કરનાર થવા સારૂ જે દૂત તેને ઝાડવા મધ્યે દેખાયો તેની હસ્તક મોકલ્યો.

36 એ માણસો તેઓને બહાર લાવતાં મિસર દેશમાં તથા સૂફ સમુદ્રમાં તથા ચાળીસ વરસ સુધી રાનમાં અદભૂત કામો તથા ચમત્કારો કીધાં.

37 જે મુસાએ ઇસ્રાએલીઓને કહ્યું હતું કે, દેવ તમારા ભાઈઓમાંથી મારા જેવો એક ભવિષ્યવાદી તમારે સારૂ ઉભો કરશે, તે એજ છે.

38 સિનાઈ પહાડ પર પોતાની સાથે વાત કરનાર દૂતની સાથે જે રાન મધ્યે મંડળીમાં હતો તથા જે આપણા પૂર્વજોની સાથે હતો તે એજ છે; ને આપણને આપવા સારૂ તેને જીવનનાં વચનો મળ્યાં;

39 આપણા પૂર્વજોએ તેની આજ્ઞાઓ પાળવાનું ઈચ્છ્યું નહિ, પણ પોતાની પાસેથી તેની હડસેલી મુક્યો, ને મિસર તરફ પોતાનાં મન ફેરવ્યાં;

40 ને હારૂનને કહ્યું કે, અમારી આગળ ચાલવા સારૂ અમારે વાસ્તે દેવતાઓ બનાવ; કેમકે એ મુસા જે અમને મિસરમાંથી દોરી લાવ્યો તેને શું થયું એ અમે જાણતા નથી.

41 અને તે દિવસોમાં તેઓએ વાછરડું બનાવ્યું, ને તે મૂર્તિને તેનું બળીદાન ચઢાવ્યું, ને પોતાના હાથનાં કામમાં હરખાયા.

42 પણ દેવે તેઓથી વિમુખ થઈને તેઓને તાજી દીધા, કે તેઓ આકાશના સૈન્યની પૂજા કરે; જેમ ભવિષ્યવાદીઓના પુસ્તકમાં લખ્યું છે કે, ઓ ઇસ્રાએલના વંશ, તમે રાનમાં ચાળીસ વરસ લગી યજ્ઞ તથા બલિદાનો શું મને ચઢાવ્યા હતા?

43 તમે મલખનો માંડવો તથા રેફાન દેવનો તારો, એટલે કે તેઓની પૂજા કરવાને જે મૂર્તિઓ તમે બનાવી, તેઓને તમે ઉંચકીને ચાલ્યા, અને હું તમને બાબેલને પેલે પાર લઇ જઈશ.

44 જેણે મુસાને કહ્યું કે, જ નમુનો તે દીઠો છે તે પ્રમાણે તારે સાક્ષ્યમંડપ બનાવવો, તેના ઠરાવ મુજબ રાનમાં આપણા પૂર્વજો મધ્યે [તે સાક્ષ્યમંડપ] હતો.

45 વળી પોતાના સમયમાં આપણા પૂર્વજો પણ યહોશુઆ સુદ્ધાં તે [સાક્ષ્યમંડપ] ને દેશજાતિઓનું વતન પ્રાપ્ત કરીને માંહે લાવ્યાં, (કે જેઓને દેવ આપણા પૂર્વજોની આગળથી હાંકી કાઢ્યા) તે [સાક્ષ્યમંડપ] દાઉદના વખત સુધી રહ્યો.

46 તે [દાઉદ] પર દેવની કૃપાદ્રષ્ટિ થઇ; ને તેણે યાકૂબના દેવને સારૂ રહેઠાણ મેળવવાની રાજા માંગી;

47 પણ સુલેમાને તેને સારૂ ઘર બાંધ્યું.

48 તોપણ હાથે બાંધેલા મંદિરોમાં પરાત્પર [દેવ] રહેતો નથી; જેમ ભવિષ્યવાદી કહે છે તેમ કે,

49 આકાશ મારું રાજ્યાસન, તથા પૃથ્વી મારું વિશ્રામસ્થાન કયું થશે?

50 શું, મેં મારે હાથે એ બધાં નથી બનાવ્યાં?

51 ઓ હઠીલાઓ, ને બેસુનત મન તથા કાનવાળાઓ, તમે સદા પવિત્ર આત્માની સામા થાઓ છો, જેમ તમારા પૂર્વજોએ કીધું તેમજ તમે કરો છો.

52 ભવિષ્યવાદીઓમાંના કોણને તમારા પૂર્વજોએ સતાવ્યો ન હતો? ને જેઓએ તે ન્યાયીના આવવા વિષે આગળથી ખબર આપી તેઓને તેઓએ મારી નાખ્યા; ને હવે તેને પરસ્વાધીન કરનારા તથા તેનું ખૂન કરનારા તમે થયા છો.

53 તમને દૂતોને આસરે નિયમ મળ્યો, પણ તમે તે પાળ્યો નહિ.

54 આ વાતો સાંભળીને તેઓના મન વીંધાઈ ગયા, ને તેઓએ તેની સામે દાંત પીસ્યા.

55 પણ પવિત્ર આત્માંથી ભરપૂર થઈને તેને આકાશ તરફ એકી નજરે જોઈ રહેતાં, દેવનો મહિમા તથા દેવને જમણે હાથે ઈસુને ઉભેલો દીઠો.

56 અને તેણે કહ્યું કે, જુઓ, આકાશ ઉઘડેલું તથા દેવને જમણે હાથે માણસના દીકરાને ઉભેલો જોઉં છું.

57 પણ તેઓએ મોટે ઘાટે બૂમ પાડીને પોતાના કાન બંધ કર્યા, ને તેના પર એક સંપે ઘસી પડયા.

58 અને તેઓએ તેને શહેર બાહર કાઢીને પત્થરે માર માર્યો; ને શાઉલ નામે એક જુવાનના પગ આગળ સાક્ષીઓએ પોતાના લુંગડા મુક્યા હતા.

59 અને તેઓ સ્તેફનને પત્થરે મારતા હતા ત્યારે તેણે [પ્રભુની] પ્રાર્થના કરતા કહ્યું કે, ઓ પ્રભુ ઇસુ, મારા આત્માનો અંગીકાર કર.

60 અને તેણે ઘૂંટણ ટેકવીને મોટો ઘાટો પાડીને કહ્યું કે, ઓ પ્રભુ, આ દોષ તેઓને લેખે ન ગણ. અને એમ કહીને તે ઉંધી ગયો.