1 ને શાઉલ તેનો ઘાત કરવામાં રાજી હતો. અને તેજ દહાડે યરૂશાલેમમાંની મંડળી પર ભારે સતવાણી શરૂ થઇ, અને પ્રેરીતો શિવાય તેઓ સર્વ યહુદાહ તથા સમરૂનના પ્રાંતોમાં વિખેરાઈ ગયા.
2 અને ધાર્મિક પુરુષોએ સ્તેફનને દાટ્યો, ને તેને સારૂ ઘણો વિલાપ કીધો.
3 પણ શાઉલે મંડળીને ઉજડ કરી મુકી, એટલે ઘેરેઘેર જઈને પુરુષો તથા સ્ત્રીઓને ઘસડી લઇ જઈને બદીખાનામાં નાખ્યાં
4 અને વિખરાઈ ગએલાઓ સુવાર્તા પ્રગટ કરતા ચારોગમ ફર્યા.
5 અને ફીલીપે સમારીઆ શહેરમાં જઈને તેઓને ખ્રિસ્ત પ્રગટ કર્યો.
6 અને ફીલીપે કહેલી વાતોને સાંભળીને તથા તેના કીધેલા ચમત્કારો જોઇને લોકોએ તેની વાતો પર એક ચિત્તે ધ્યાન દીધું.
7 કેમકે જોને અશુદ્ધ આત્માઓ વળગ્યા હતા તેઓમાંના ઘણાઓમાંથી તેઓ મોટી બૂમ પાડતા બહાર નીકળ્યો, ને ઘણા પક્ષઘાતી તથા લૂલાઓ સમા થયા.
8 અને તે શહેરમાં બહુ આંનદ થયો.
9 પણ સીમોન નામે એક જણ તે શહેરમાં અગાઉ જાદુ કરતો હતો, ને હું કોઈ મોટો માણસ છું એમ કહીને સમરુનના લોકોને છક કરી નાખતો હતો;
10 તેનું તેઓ નાનાથી તે મોટા સુધી સર્વ સાંભળતા, ને એમ કહેતા કે, એ માણસ to દેવનું પરાક્રમ જે મહાન કહેવાય છે તે છે.
11 અને તેણે ઘણી મુદ્દતથી પોતાની જાદુક્રિયાઓથી તેઓને છક કરી નાખ્યા હતા.
12 પણ ફીલીપ દેવના રાજ્ય તથા ઇસુ ખ્રીસ્તના નામ વિષે સુવાર્તા પ્રગટ કરતો હતો ત્યારે તેઓનો વિશ્વાસ તેના પર બેઠો, ને પુરુષોએ તેમજ સ્ત્રીઓએ પણ બાપ્તિસમાં લીધું.
13 અને સિમોને પોતે પણ વિશ્વાસ કીધો, ને બાપ્તિસમાં પામીને ફીલીપ સાથે રહ્યો, ને ચમત્કારો તથા મોટા પરાક્રમી કામો બનતાં જોઇને તે અચરત થયો.
14 હવે સમરુનીઓએ દેવની વાત અંગીકારી છે એવું યરુશાલેમમાંના પ્રેરિતોએ સાંભળ્યું, ત્યારે તેઓએ પીતરને તથા યોહાનને તેઓની પાસે મોકલ્યા.
15 અને તેઓએ ત્યાં પહોંચ્યાં પછી તેઓને સારૂ પ્રાર્થના કરી કે તેઓ પવિત્ર આત્મા પામે;
16 કેમકે તેઓમાંના કોઈ પર ત્યાં લગી તે ઉતર્યો ન હતો; પણ તેઓ પ્રભુ ઈસુને નામે માત્ર બાપ્તિસમાં પામ્યા હતા.
17 પછી તેઓએ તેઓ પર હાથ મુક્યા, ને તેઓ પવિત્ર આત્મા પામ્યા.
18 હવે પ્રેરિતોના હાથ મુકવાથી પવિત્ર આત્મા અપાય છે, એ જોઇને સીમોને તેઓને પૈસા આપવા માંડ્યા,
19 અને કહ્યું કે, તમે મને પણ એ અધિકાર આપો કે જેના પર હું હાથ મુકું તે પવિત્ર આત્મા પામે.
20 પણ પીતરે તેને કહ્યું કે, દેવનું દાન પૈસાથી વેચાતું લેવાનું તે ધાર્યું માટે તારા પૈસા તારી સાથે નાશ પામો.
21 આ વાતમાં તારો લાગભાગ નથી કારણ કે તારું અંતઃકરણ દેવની આગળ ચોખ્ખું નથી.
22 એ માટે તારી આ ભૂંડાઈનો પસ્તાવો કર, ને પ્રભુને વિનંતી કર કે, કદાપિ તારા અંતઃકરણની કલ્પના તને માફ થાય.
23 કેમકે હું જોઉં છું કે તું પિત્તની કડવાસમાં, ને ભૂંડાઈનાં બંધનમાં છે.
24 ત્યારે સીમોને ઉત્તર દેતા કહ્યું કે, તમારી કહેલી વાતોમાંની કોઈ મારા પર ન આવે માટે તમે મારે સારૂ પ્રભુને વિનંતી કરો.
25 હવે [ત્યાં] શાહેદી આપ્યા પછી તથા પ્રભુની વાત પ્રગટ કર્યા પછી સમરુનીઓના ઘણા ગામોમાં સુવાર્તા પ્રગટ કરીને તેઓ યરુશાલેમમાં પાછા આવ્યા.
26 પણ પ્રભુના દૂતે ફીલીપને કહ્યું કે, ઉઠ, યરુશાલેમથી ગાઝા જવાના માર્ગ સુધી દક્ષિણ તરફ જા; ત્યાં રાન છે.
27 અને તે ઉઠીને ગયો. અને જુઓ, એક હબશી ખોજો, જે હબશીઓની રાણી કાંડાકેના હાથ નીચે મોટો અમલદાર તથા તેના સઘળા ભંડારનો કારભારી હતો, તે ભજન કરવા સારૂ યરુશાલેમમાં આવ્યો હતો.
28 અને તે પાછો જતાં પોતાના રથમાં બેસીને યશાયાહ ભવિષ્યવાદીનું પુસ્તક વાંચતો હતો.
29 ત્યારે આત્માએ ફીલીપને કહ્યું કે, તું પાસે જઈને એ રથની સંઘાતે થા.
30 ત્યારે ફીલીપ તેની પાસે દોડી ગયો, ને તેને યશાયાહ ભવિષ્યવાદીનું પુસ્તક વાંચતો સાંભળીને પૂછ્યું કે, તું વાંચ છે તે શું તું સમજે છે?
31 ત્યારે તેણે કહ્યું કે, મને કોઈના બતાવ્યા વિના હું કેમ કરીને સમજી શકું? ત્યારે તેણે ફીલીપને વિનંતી કીધી કે, ઉપર ચઢીને મારી પાસે બેસ.
32 અને શાસ્ત્રનું જે પ્રકરણ તે વાંચતો હતો તે એ હતું કે, ઘટની પેઠે મારી નાખવાને તે લઇ જવાયો; ને જેમ હલવાન પોતાના કાતાર્નારની આગળ મુંગું રહે છે, તેમ તેણે પોતાનું મ્હો ઉધાડ્યું નહિ;
33 તેની દીનાવસ્થામાં તેનો ન્યાય ડુબી ગયો; તેની પેઢીનું વર્ણન કોણ કહી દેખાડશે?
34 ત્યારે તે ખોજાએ ફીલીપને ઉત્તર દેતા કહ્યું કે, હું તને વિનંતી કરું છું કે, ભવિષ્યવાદી કોણ વિષે એ કહે છે? પોતા વિષે અથવા કોઈ બીજા વિષે?
35 ત્યારે ફીલીપે પોતાનું મ્હો ઉઘાડ્યું, ને શાસ્ત્રની એ વાતથી માંડીને તેને ઇસુ વિષેની સુવાર્તા પ્રગટ કીધી.
36 અને તેઓ માર્ગ ચાલતા પાણીથી અમુક જગ્યાએ આવી પહોંચ્યા, ત્યારે ખોજાએ કહ્યું કે, જો, [અહિં] પાણી છે, મારે બાપ્તિસમાં પામવાને શો અટકાવ છે?
37 [[ત્યારે ફીલીપે કહ્યું કે, જો તું તારા પૂરા મનથી વિશ્વાસ કરે છે તો ઉચિત છે; ને તેણે ઉત્તર દેતા કહ્યું કે, ઇસુ ખ્રિસ્ત તે દેવનો દીકરો છે, એવું હું માનું છું]]
38 પછી તેણે રથ ઉભો રાખવાનો હુકુમ કીધો, ને ફીલીપ તથા ખોજો બેઉ પાણીમાં ઉતર્યા, ને તેણે તેને બાપ્તિસમાં આપ્યું.
39 અને તેઓ પાણીમાંથી ઉપર આવ્યા ત્યારે પ્રભુના આત્મા ફીલીપને લઇ ગયો,
40 પણ ફીલીપ આઝોટમાં દેખાયો; ને કાઈસારીઆ પહોંચતાં સુધી માર્ગમાંના સઘળાં શહેરમાં સુવાર્તા પ્રગટ કરતો ગયો.