1 એ વાતો પછી એમ થયું કે મિસરના રાજાના પાત્રવાહકે તથા ભઠીયારાએ તેમના ઘણી મિસરના રાજાનો અપરાધ કીધો.
2 અને ફારુન તેના બન્ને સેવકો પર તળે મુખ્ય પાત્રવાહક તથા મુખ્ય ભઠીયારા પર કોપાયમાન થયો.
3 અને જ્યાં યુસફ બંદીવાન હતો તે તુરંગમાં એટલે પહેરેગીરોના ઉપરીના ઘરમાં તેણે તેઓને કેદ કર્યા.
4 અને પહેરેગીરોના ઉપરીએ યુસફ્ને તેઓનો ખીજમતગારનીમ્યો; ને તેણે તેઓની સેવા કરી, અને તેઓ કેટલીક મુદત સુધી કેદમાં રહ્યા.
5 અને મિસરના રાજાનો પાત્રવાહક તથા ભઠીયારો જે તુરંગમાં કેદી હતા તે બન્ને માણસોને એકજ રાત્રે પોતાના સ્વપ્નના અર્થ પ્રમાણે સ્વપ્ન આવ્યું.
6 અને યુસફે સવારે તેઓની પાસે અંદર આવીને તેઓને જોયા, ત્યારે જુઓ તેઓ ઉદાસ હતા.
7 અને ફારુનના જે અમલદારો તેની પાસે તેના ઘણીના ઘરમાં કેડી હતા તેઓને તેણે પૂછ્યું, કે આજ તમે કેમ ઉદાસ દેખાઓ છો?
8 ને તેઓએ તેને કહ્યું, અમને સ્વપ્ન આવ્યું હતું, ને તેનો અર્થ બતાવે એવો કોઈ નથી. અને યુસફે તેઓને કહ્યું, અર્થ બતાવવો એ શું દેવનું કામ નથી? તે શું છે તે કૃપા કરી મને કહો.
9 અને મુખ્ય પાત્રવાહકે પોતાનું સ્વપ્ન યુસફ્ને જણાવીને કહ્યું, જુઓ, મારા સ્વપ્નમાં મારી સામા એક દ્રાક્ષવેલો દેખાયો,
10 ને દ્રાક્ષવેલાને ત્રણ ડાળીઓ હતી, ને તેઓને જાણે કળીઓ આવી, ને મોર ખીલ્યો, ને તેના ગુચ્છામાં દ્રાક્ષો પાકી.
11 અને ફારુનનું પ્યાલું મારા હાથમાં હતું; ને મેં દ્રાક્ષો લઈને ફારુનના પ્યાલામાં તેનો રસ નીચોવી કાઢ્યો, ને પ્યાલું ફારુનના હાથમાં આપ્યું.
12 અને યુસફે તેને કહ્યું, એનો અર્થ આ છે, ત્રણ ડાળી તે ત્રણ દહાડા છે.
13 ત્રણ દહાડામાં ફારુન તારું માથું ઊંચું કરશે, ને તને પાછો તારા કામ પર ઠરાવશે; ને તું તેનો પાત્રવાહક હતો ત્યારની રીત પ્રમાણે તું ફારુનનું પ્યાલું તેના હાથમાં આપીશ.
14 પણ તારું સારૂં થાય ત્યારે કૃપા કરી મને સંભારજે, ને મારા પર ડાય કરજે, ને મારા વિષે ફારુનને કહીને આ ઘરમાંથી મને કઢાવજે.
15 કેમકે હેબ્રીઓના દેશમાંથી હું ખરેખર ચોરાએલો છું; ને અહીં પણ મેં તુરંગમાં નખવા લાયક કંઈ કીધું નથી.
16 અને મુખ્ય ભઠીયારાએ જોયું કે અર્થ સારો છે, ત્યારે તેણે યુસફ્ને કહ્યું કે, મને પણ સ્વપ્ન આવ્યું હતું. ને જુઓ, મારા માથા પર સફેદ રોટલી ભરેલી ત્રણ ટોપલી હતી.
17 અને ઉપલી ટોપલીમાં ફારુનને સારૂ સર્વ પ્રકારનાં પકવાન હતા; ને મારા માથા પરની ટોપલીમાંથી પક્ષીઓ ખાતા હતા.
18 અને યુસફે ઉતર આપ્યો, એનો અર્થ એ છે કે તે ત્રણ ટોપલી ત્રણ દહાડા છે.
19 અને ત્રણ દહાડામાં ફારુન તારું માથું તારા પરથી ઊચકશે, ને તને ઝાડ પર ટાંગશે; ને પક્ષીઓ તારા પરથી તારું માંસ ખાશે.
20 ને ત્રીજે દહાડે, એટલે ફરુનની ફારૂની વર્ષગાંઠને દિવસે એમ થયું, કે તેણે પોતાના સર્વ સેવકોને મિજબાની આપી; ને તેણે પોતાના સેવકોમાં મુખ્ય પાત્રવાહકનું તથા મુખ્ય ભઠીયારનું માથું ઉચક્યું.
21 અને તેણે મુખ્ય પાત્રવાહકને તેની પાત્રવાહકની પદવી પર પાછો ઠરાવ્યો, ને તેણે ફારૂનના હાથમાં પાત્ર આપ્યું.
22 અને યુસફે અર્થ બતાવ્યો હતો તે પ્રમાણે તેણે મુખ્ય ભઠીયારાને ફાંસી દીધી.
23 અને મુખ્ય પાત્રવાહકે યુસફ્ને સંભાર્યો નહિ, પણ તેને ભુલી ગયો.