1 જયારે ભૂમિ પર માણસો વધવા લાગ્યાં, ને તેઓને દીકરીઓ થઇ, ત્યારે એમ થયું,

2 કે દેવના દીકરાઓએ માણસોની દીકરીઓને જોઈ, કે તેઓ સુંદર છે,; ને જે સર્વને તેઓએ પસંદ કરી તેઓમાંથી તેઓએ બાયડી લીધી.

3 અને યહોવાહે કહ્યું કે , મારો આત્મા માણસની સાથે સદા વાદ નહિ કરશે; કેમકે તે માંસનું છે; તથાપિ તેઓનાં દિવસ એક સૌ વીસ વર્ષ થશે.

4 તે દિવસોમાં પૃથ્વીમાં મહાવીર હતા, ને દેવના દીકરાઓ માણસની દીકરીઓ પાસે ગયા, ને તેઓથી છોકરાં થયાં, કે જેઓ પુરાતન કાળના બળવાનો, નામાંકિત પુરુષો હતા.

5 ને યહોવાહે જોયું કે , માણસની ભૂંડાઈ પૃથ્વીમાં ઘણી થઇ; અને તેઓનાં હૃદયના વિચારની હરેક કલ્પના નિરંતર ભૂંડીજ છે.

6 અને યહોવાહે પૃથ્વી પર માણસને ઉત્પન્ન કીધા, તેનો તેને પશ્ચાતાપ થયો, ને હૃદયમાં તે ખેદિત થયો.

7 ને યહોવાહે કહ્યું કે, જે માણસને મેં ઉત્પન્ન કીધા, તેનો પૃથ્વી પરથી હું સંહાર કરીશ, માણસથી તે પશુ, પેટે ચાલનારાં તથા આકાશના પક્ષિઓને સુધી [ તે સર્વનો સંહાર કરીશ]; કેમકે તેઓને ઉત્પન્ન કીધાથી મને પશ્ચાતાપ થઇ છે.

8 પણ નૂહ યહોવાહની દૃષ્ટિમાં કૃપા પામ્યો.

9 નુહની વંશાવળી આ પ્રમાણે છે, પોતાના જમાનામાં નૂહ ન્યાયી તથા સીધો માણસ હતો; ને નૂહ દેવની સાથે ચાલતો.

10 ને નુહને શેમ તથા હામ તથા યાફેથ એ ત્રણ દીકરા થયાં.

11 પણ દેવની સમક્ષ પૃથ્વી દુષ્ટ થઇ, ને પૃથ્વી જુલમથી ભરપૂર થઇ હતી.

12 દેવે પૃથ્વી પર જોયું, ને જુઓ, તે દુષ્ટ હતી, કેમકે સર્વ માણસે પૃથ્વી પર પોતાની ચાલ દુષ્ટ કીધી હતી.

13 અને દેવે નુહને કહ્યુ કે , મારી આગળ સર્વ જીવનો અંત આવ્યો છે, કેમકે તેઓને લીધે પૃથ્વી જુલમેં ભરેલી છે, ને જુઓ, તેઓને પૃથ્વી સુદ્ધા સંહાર કરીશ.

14 તું પોતાને સારું દેવદારના લાકડાનું વહાણ બનાવ; તે વહાણમાં ઓરડી કરીને તેને માંહે તથા બહારથી ડામર ચોપડ.

15 ને આ પ્રમાણે તું તેને બનાવ, એટલે વહાણની લંબાઈ ત્રણસે હાથ, ને તેની ચોડાઈ પચાસ હાથ, ને તેની ઉંચાઈ ત્રીસ હાથ.

16 વહાણમાં તું બારી કર, ને ઉપર એક હાથમાં તું તેને પૂરી કર, ને વહાણનું દ્વાર તેના એક પાસામાં મૂક; ને તેના નીચેલો તથા બીજો તથા ત્રીજો એવા ત્રણ માળ તું કર.

17 ને જુઓ, સર્વ જીવ જેમાં જીવનનો શ્વાસ છે, તેઓનો સંહાર આકાશ તળેથી કરવા સારું હું પૃથ્વી પર જલ્પ્રલય લાવીશ; ને પૃથ્વીમાં જે સર્વ છે તે મારશે.

18 પણ હું તારી સાથે મારો કરાર સ્થાપીશ; ને તું વહાણમાં આવ, તું, તથા તારી સાથે તારા દીકરા, તથા તારી વહુ, તથા તારા દીકરાની વહુઓ.

19 અને સર્વ જાતના જાનવરોમાંથી બબે તારી સાથી બચાવવાને સારું, તું વાહણમાં લાવ, તેઓ નરનારી હોય.

20 પોતપોતાની જાત પ્રમાણે પક્ષીઓ, તથા પોતપોતાની જાત પ્રમાણે પશુઓ, તથા પોતપોતાની જાત પ્રમાણે પેટે ચાલનારામાંથી સર્વ જાતના બબે જીવબચાવવા સારું તારી પાસે આવે.

21 ને સર્વ જાતનું ખાવાનું જે ખાવામાં આવે છે તે લઇ પોતાની પાસે એકઠું કરી રાખ, એટલે તારે સારું તથા તેઓને સારું તે ખોરાક થશે.

22 નુહે એમજ કીધું; દેવે તેને જે સર્વ આજ્ઞા આપી હતી, તે પ્રમાણે તે કીધું.