1 હવે આ બિનાઓ બન્યા પછી પ્રભુએ બીજા સિત્તેરને ઠરાવ્યા, ને જે પ્રત્યેક શહેર તથા જગ્યામાં તે પોતે જવાનો હતો, તેમાં તેઓમાંથી બબ્બેને પોતાની આગળ મોકલ્યા.

2 અને તેણે તેઓને કહ્યું કે, ફસલ પુષ્કળ છે, પણ મજુરો થોડા છે; માટે તમે ફસલના ઘણીની પ્રાર્થના કરો કે તે પોતાની ફસલને સારૂ મજુરો મોકલે.

3 ચાલ્યા જાઓ; જુઓ, વરુઓ મધ્યે ઘેટાનાં બચ્ચા જેવાં મોકલું છું.

4 થેલી કે જ્હોણું લેતા ના; ને માર્ગે કોઈને સલામ કરતા ના.

5 અને જે કોઈ ઘરમાં તમે પેસો ત્યાં પ્રથમ એમ કહો કે, આ ઘરને શાંતિ થાઓ.

6 અને જો કોઈ શાંતિનો પુત્ર ત્યાં હશે તો તમારી શાંતિ તેના પર રહેશે; પણ જો નહિ હશે, તો તે તમારી પાસે પછી વળશે.

7 અને તેજ ઘરમાં રહો, ને જે તેઓની પાસે હોય તે ખાતા પિતા રહો; કેમકે મજુર પોતાના મુસરને યોગ્ય છે; ઘેરેઘેર ફરતા ના.

8 અને જે કોઈ ઘરમાં તમે પેસો અને તેઓ તમારા આવકાર કરે, તો જે કંઈ તેઓ તમારી આગળ મુકે તે ખાઓ;

9 અને તેમાંના માંદોઓને સાજા કરો, ને તેઓને કહો કે, દેવનું રાજ્ય તમારી પાસે આવ્યું છે.

10 પણ જે કોઈ શહેરમાં તમે પેસો, ને તેઓ તમારા આવકાર નહિ કરે, તો તેના રસ્તાઓમાંથી નીકળી જઈને કહો કે,

11 તમારા શ્શેરની ધૂળ જે અમારા પગમાં લાગેલી છે તે પણ તમારી વિરુદ્ધ અમે ખંખેરી નાખીએ છીએ; તોપણ એટલું જાણો કે દેવનું રાજ્ય પાસે આવ્યું છે.

12 હું તમને કહું છું કે, તે દહાડે તે શહેરના કરતાં સદોમના હાલ સહેલ થશે.

13 ઓ ખોરાજીન, તને હાય! હાય! ઓ બેથસાઇદા, તને હાય! હાય!કેન્કે જે પરાક્રમી કામ તમારામાં થયા છે, તે જો સૂર તથા સીદોનમાં થયા હોત, તો તેઓએ ક્યારનો તાટમા તથા રાખમાં બેસીને પસ્તાવો કર્યો હોત.

14 તથાપિ ન્યાયકાળે તમારા કરતા સૂર તથા સીદોનને સહેલું પડશે.

15 અને, ઓ કાપરનાહુમ, તું આકાશ સુધી ઉંચું કરાશે શું?તું હાડેસ સુધી નીચું નંખાશે.

16 જે તમારૂં સાંભળે છે તે મારું સાંભળે છે; ને જે તમારો નકાર કરે છે તે મારો નકાર કરે છે; ને જે મારો નકાર કરે છે તે મારા મોકલનારનો નકાર કરે છે.

17 અને તે સિત્તેર હરખાતા હરખાતા પાછા આવ્યા, ને તેઓએ કહ્યું કે, પ્રભુ, તારા નામથી ભૂતો પણ અમારે તાબે થયા છે.

18 અને તેણે તેઓને કહ્યું કે, મેં શેતાનને વિજળીની પેઠે આકાશથી પડેલો જોયો.

19 જુઓ, સર્પો તથા વીંછુંઓ પર પગ મુકવાનો, તથા શત્રુના બધા પરાક્રમ પરનો અધિકાર મેં તમને આપ્યો છે; ને કશાથી પણ તમને ઈજા થશે નહિ.

20 પણ આત્માઓ તમારે તાબે થયા છે, તેને લીધે હરખાઓ માં; પણ તમારાં નામ આકાશમાં લખેલાં છે, તેને લીધે હરખાઓ.

21 તેજ વેળાએ તે પવિત્ર આત્માથી હરખાયો, ને બોલ્યો કે, ઓ બાપ, આકાશ તથા પૃથ્વીની ઘણી, હું તારી સ્તુતિ કરું છું કે, જ્ઞાનીઓથી તથા બુદ્ધીવાનોથી એ વાત તે ગુપ્ત રાખી, ને બાળકોને પ્રગટ કીધી છે; હા બાપ, કેમકે તને એ સારૂં લાગ્યું.

22 મારા બાપે મને સઘળું સોંપ્યું છે; ને દીકરો કોણ છે, એ બાપ વિના કોઈ જાણતો નથી; ને બાપ કોણ છે, એ દીકરા વિના તથા જેણે દીકરો પ્રગટ કરવા ચાહે તે વિના બીજો કોઈ જાણતો નથી.

23 અને તેણે શિષ્યો તરફ ફરીને તેઓને એકાંતમાં કહ્યું કે, જે તને જુઓ છો, તે જે આંખો જુએ તેઓને ધન્ય છે.

24 કેમકે હું તમને કહું છું કે, જે તમે જુઓ છો તે ઘણા ભવિષ્યવાદીઓ તથા રાજાઓ જોવા ચહાતા હતા, પણ તેઓએ સાંભળ્યું નહિ.

25 અને જુઓ, એક પંડિતે ઉભા થઈને તેનું પરીક્ષણ કરતા કહ્યું કે, ઉપદેશક, અનંત જીવનનો વારસો પામવા સારૂ મારે શું કરવું?

26 અને તેણે તેને કહ્યું કે, નિયમશાસ્ત્રમાં શું લખ્યું છે? તું શું વાંચે છે?

27 ને તેણે ઉત્તર આપતા કહ્યું કે, તારા દેવ પ્રભુ પર તારા પુરા હૃદયથી તથા તારા પુરા જીવથી તથા તાર પુરા સામર્થ્યથી તથા તારા પુરા મનથી પ્રેમ રાખવો, ને જેવા પોતા પર તેવો તારા પડોસી પર [પ્રેમ રાખવો].

28 અને તેણે તેને કહ્યું કે, તે ઠીક ઉત્તર આપ્યો છે; એમ કર ને તું જીવશે.

29 પણ તેણે પોતાને ન્યાયી ઠરાવવા ચાહીને ઇસુને કહ્યું, તો મારો પડોસી કોણ છે?

30 ઇસુએ ઉત્તર આપતા કહ્યું કે, એક પુરુષ યરુશાલેમથી યરેખો જતો હતો; અને તે લુટારાના હાથમાં પડ્યો, અને તેઓ તેના લુગડાં ઉતારી લઈને તથા તેને મારીને તેને અધમુઓ મુકીને ચાલ્યા ગયા.

31 અને દૈવયોગે એક યાજક તે માર્ગે થઈને જતો હતો, ને તે તેને જોઇને બીજી બાજુએ થઈને ચાલ્યો ગયો.

32 અને એમજ એક લેવી પણ તે ઠેકાણે આવ્યો, ત્યારે તેને જોઇને બીજી બાજુએ થઈને ચાલ્યો ગયો.

33 પણ એક સમરુની માર્ગે ચાલતાં ચાલતાં જ્યાં તે પડ્યો હતો ત્યાં આવ્યો, ને તેને જોઇને તેને કરુણા આવી.

34 અને તે તેની પાસે ગયો, ને તેના ઘ પર તેલ તથા દ્રાક્ષરસ રેડીને પતા બાંધ્યા, ને તેને પોતાના જાનવર પર બેસાડીને તેને ઉતારામાં લઇ ગયો, ને તેની માવજાત કીધી.

35 અને બીજે દહાડે તેણે બે દીનાર કાઢીને ઉતારાવાળાને આપ્યા, ને કહ્યું કે, તેની માવજત કરજે, ને એ કરતાં જે કંઈ ખરચ તને લાગશે તે હું પાછો આવીશ ત્યારે તને વાળી આપીશ.

36 હવે તું શું ધારે છે, લુટારાના હાથમાં પડેલા માણસનો પડોસી એ ત્રણમાંનો કોણ ઠર્યો?

37 ને તેણે કહ્યું કે, જેણે તેના પર દયા કીધી તે. અને ઇસુએ તેને કહ્યું કે, તું જઈને એ પ્રમાણે કર.

38 અને તેઓ માર્ગે ચાલતા હતા એ દરમ્યાન તે એક ગામમાં પેઠો; ને મારથા નામે એક બાયડીએ પોતાને ઘેર તેને પરોણે રાખ્યો.

39 અને મરિયમ નામે તેની એક બહેન હતી, તે ઇસુના પગ આગળ બેસીને તેની વાત સાંભળતી હતી.

40 પણ મારથા ઘણી ચાકરી હોવાથી ગભરાઈ, ને તેણીએ તેની પાસે આવીને કહ્યું કે, પ્રભુ, મારી બહેને મને ચાકરી કરવા એકલી મુકી છે, તેની શું તને ચિંતા નથી? એ માટે તેને કહે કે મને સહાય કરે.

41 પણ પ્રભુએ તેને ઉત્તર આપતા કહ્યું કે, મારથા, મારથા, તું ઘણી વાતો વિશે ચિંતા કરે છે ને ગભરાય છે;

42 પણ એક વાતની અગત્ય છે; અને મરિયમે સારો ભાગ પસંદ કીધો છે, ક જે તેની પાસેથી લઇ લેવાશે નહિ.