1 તે વેળા હેરોદ રાજાએ ઈસુની કીર્તિ સાંભળી.

2 અને તેણે પોતાના ચાકરોને કહ્યું કે, આ તો યોહાન બાપ્તિસ્મા કરનાર છે, તે મુએલાંમાંથી ઉઠ્યો છે, એ માટે એવાં પરાક્રમી કામો તેનાથી બને છે.

3 કેમકે હેરોદ પોતાના ભાઇ ફિલિપની વહુ હેરોદિયાસને લીધે યોહાનને પકડ્યો હતો, ને તેને બાંધીને કેદખાનામાં નાખ્યો હતો.

4 કેમકે યોહાને તેને કહ્યું હતું કે, તેને તારે રાખવી ઉચિત નથી.

5 અને તે તેને મારી નાખવા ચહાતો હતો, પણ લોકોથી તે બીધો, કેમકે તેઓ તેને ભવિષ્યવાદી ગણતા હતા.

6 પણ હેરોદની વરસગાંઠ આવી, ત્યારે હેરોદિયાસની દીકરીએ તેઓની આગળ નાચીને હેરોદને ખુશ કીધો.

7 ત્યારે તેણે સમ ખાઈને વચન આપ્યું કે, જે કંઈ તું માગે તે હું તને આપીશ.

8 ત્યારે તેની માના શિખવ્યા પ્રમાણે તે બોલી કે, યોહાન બાપ્તિસ્મા કરનારનું માથું મને કથરોટમાં આપ.

9 અને રાજા દલગીર થયો, તોપણ પોતે સમ ખાધા હતા તેને લીધે તથા તેની સાથે ખાવા બેઠેલાઓને લીધે, તેણે તે આપવાનો હુકમ કીધો.

10 અને તેણે [માણસોને] મોકલીને યોહાનનું માથું કેદખાનામાં કપાવ્યું.

11 પછી તેનું માથું કથરોટમાં આણીને છોકરીને આપ્યું, ને તે પોતાની માની પાસે લઇ ગઇ.

12 ત્યારે તેના શિષ્યોએ પાસે આવીને તેનું મુડદું ઉઠાવી લઈને દાટ્યું, ને જઈને ઇસુને ખબર આપી.

13 ત્યારે ઇસુ એ સાંભળીને ત્યાંથી હોડીએ ઉજડ ઠેકાણે એકાંત ગયો, ને લોકો તે સાંભળીને નગરોમાંથી પગરસ્તે તેની પાછળ ગયા.

14 અને તેણે નીકળીને ઘણા લોકોને દીઠા, ત્યારે તેઓ પર તેને દયા આવી; અને તેણે તેઓમાંનાં માંદાઓને સાજાં કીધાં.

15 અને સાંજ પડી ત્યારે તેના શિષ્યો તેની પાસે આવીને કહે છે કે, આ ઠેકાણું ઉજડ છે, ને હવે વખત થઇ ગયો છે, માટે લોકોને વિદાય કર કે તેઓ ગામોમાં જઈને પોતાને સારૂ ખાવાનું વેચાતું લે.

16 પણ ઇસુએ તેઓને કહ્યું કે, તેઓને જવાની જરૂર નથી, તમે તેઓને ખાવાનું આપો.

17 અને એઓએ તેને કહ્યું કે, અહીં અમારી પાસે માત્ર પાંચ રોટલી ને બે માછલી છે.

18 ત્યારે તેણે કહ્યું કે, તે અહીં મારી પાસે લાવો.

19 પછી તેણે લોકોને ઘાસ પર બેસવાની આજ્ઞા આપી, ને તે પાંચ રોટલી તથા બે માછલી લઇ આકાશ તરફ જોઇને આશીર્વાદ માગ્યો, ને રોટલી ભાંગીને શિષ્યોને આપી, ને શિષ્યોએ લોકોને [આપી].

20 અને તેઓ સઘળાં ખાઈને ધરાયાં; પછી છાંડેલા કકડાઓની બાર ટોપલી ભરેલી તેઓએ ઉઠાવી.

21 અને જેઓએ ખાધું તેઓ બાયડી છોકરાં ઉપરાંત આસરે પાંચ હજાર પુરુષ હતા.

22 અને તરત તેણે શિષ્યોને હઠેઠ કરીને હોડીમાં બેસાડ્યા, ને પોતે લોકોને વિદાય કરે એટલામાં પોતાની આગળ તેઓને પેલે પાર મોકલ્યા.

23 અને લોકોને વિદાય કર્યા પછી, તે પ્રાર્થના કરવાને પહાડ પર એકાંતે ગયો, ને સાંજ પડી ત્યારે તે ત્યાં એકલો હતો.

24 પણ તે વેળા હોડી સમુદ્ર મધ્યે મોજાંઓથી ડામાડોળ થતી હતી, કેમકે વા સામો હતો.

25 અને રાતના ચોથે પોહોરે તે સમુદ્ર પપર ચાલતો તેઓની પાસે આવ્યો.

26 અને શિષ્યોએ તેને સમુદ્ર પર ચાલતો દીઠો, ત્યારે તેઓએ ગાભરા થઈને કહ્યું, એ તો કોઇ ભૂત છે, ને બીકથી બૂમ પાડી.

27 પણ તરત ઇસુએ તેઓને કહ્યું કે, હિમ્મત રાખો, એ તો હું છું, બીહો મા.

28 ત્યારે પીતરે તેને ઉત્તર દેતાં કહ્યું કે, પ્રભુ, એ જો તું હોય, તો મને આજ્ઞા આપ કે હું પાણી પર ચાલીને તારી પાસે આવું.

29 અને તેણે કહ્યું કે આવ. ત્યારે પીતર હોડી પરથી ઉતરીને ઇસુ પાસે જવાને પાણી પર ચાલ્યો.

30 પણ વા દેખીને તે બીધો ને ડુબવા લાગ્યો, તેથી તેણે બૂમ પાડતાં કહ્યું કે, ઓ પ્રભુ, મને બચાવ.

31 અને ઇસુએ લાગલો હાથ લાંબો કરીને તેને પકડી લીધો, ને તેને કહે છે કી, અરે અલ્પવિશ્વાસી, તેં સંદેશ કેમ આણ્યો?

32 અને તેઓ હોડીમાં ચઢ્યા એટલે વા બંધ પડ્યો.

33 અને હોડીમાં જેઓ હતા તેઓએ તેને પગે લાગીને કહ્યું કે, ખરેખર તું દેવનો દીકરો છે.

34 અને તેઓ પાર ઉતરીને ગેન્નેસારેત દેશમાં આવ્યા.

35 અને જયારે તે જગ્યાના લોકોને તેણે ઓળખ્યો, ત્યારે તેઓએ તે આખા દેશમાં ચોતરફ [માણસોને] મોકલીને બધા માંદાઓને તેની પાસે આણ્યા.

36 અને કેવળ તેનાં લૂગડાંની કોરને અડકવા સારૂ તેઓએ તેને વિનંતી કીધી; ને જેટલા અડક્યા તેત્લાસાજા થયા.